નવા વર્ષમાં હજી એક દિવસ જ બાકી છે, અને આવી સ્થિતિમાં તમે નવા વર્ષ માટે ઘણી યોજનાઓ બનાવી હશે. દરમિયાન, જો તમે નવો ફોન લેવાનો પ્લાન બનાવ્યો છે, તો ફ્લિપકાર્ટ તમારા માટે એક ખાસ તક લાવ્યું છે. ‘મોબાઇલની યર એન્ડ સેલ’ ફ્લિપકાર્ટ પર 29 ડિસેમ્બરથી શરૂ થઈ ગઇ છે. સેલ ત્રણ દિવસ માટે રાખવામાં આવ્યો છે, જેનો આજે અંતિમ દિવસ છે. ફ્લિપકાર્ટે આ સેલમાં ટેગલાઇન ‘Wrap up the year with great deals’ રાખી છે., જેનાથી તે સ્પષ્ટ થઈ જાય છે કે સેલ સ્માર્ટફોન પર મોટી ડીલ્સ આપે છે. આજે અમે તમને એપલના ત્રણ લોકપ્રિય આઇફોન પરની ઓફર વિશે જણાવીએ…
iPhone XR પર ડિસ્કાઉન્ટ
આ આઇફોન સેલમાં 38,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન આશરે 10,000 રૂપિયાના ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ કરાઈ રહ્યો છે. આ ફોનની વાસ્તવિક કિંમત 47,900 રૂપિયા છે. ઇ-કોમર્સ વેબસાઇટ પર 13,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે.

iPhone SE પણ મળશે સસ્તામાં
આ આઇફોન વિશે ફ્લિપકાર્ટ પર લખેલું છે, ‘Best Time to Own 1st iPhone’.આ સેલમાં આઇફોન 39,900 રૂપિયાને બદલે 32,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાઈ રહ્યો છે.

iPhone 11 પ્રો પર 20 હજારની છૂટ
એપલનો આઈફોન 11 ફ્લિપકાર્ટ ઇલેક્ટ્રોનિક્સ સેલમાં 20 હજાર રૂપિયામાં સસ્તામાં મળી રહ્યો છે. ડિસ્કાઉન્ટ બાદ ગ્રાહકો આ ફોનને ફક્ત 79,999 રૂપિયામાં ખરીદી શકે છે. આ ફોનની કિંમત 99,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી રહી હતી. ગ્રાહકો આઇફોન 11 પર એક્સચેન્જ ઓફરનો પણ લાભ મેળવી શકે છે.
