Ahmedabad/ પતંગની દોરીથી થતા અકસ્માતને દૂર કરવા ‘મિશન સેફ ઉતરાયણ’ની કામગીરી હાથ ધરાઈ

પતંગ રસીયાઓ વર્ષભર ઉત્તરાયણની રાહ જોતા હોય છે જ્યારે હવે ઉત્તરાયણને ગણતરીનાં દિવસો બાકી છે. મોટી સંખ્યામાં ઉત્તરાયણનાં કેટલાક દિવસ પહેલાથી જ પતંગ રસીયાઓ પતંગ ચગાવતા નજરે પડે છે….

Ahmedabad Gujarat

@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

પતંગ રસીયાઓ વર્ષભર ઉત્તરાયણની રાહ જોતા હોય છે જ્યારે હવે ઉત્તરાયણને ગણતરીનાં દિવસો બાકી છે. મોટી સંખ્યામાં ઉત્તરાયણનાં કેટલાક દિવસ પહેલાથી જ પતંગ રસીયાઓ પતંગ ચગાવતા નજરે પડે છે. હર્ષ ઉલ્લાસ સાથે ઉજવતા આ પર્વમાં વપરાતા માંઝાનાં કારણે અનેક દુર્ઘટનાઓ પણ થતી હોય છે. આ ઘટનાને ટાળવા માટે અમદાવાદમાં એક સામાજિક કાર્યકર દ્વારા શહેરનાં વિવિધ બ્રિજ ઉપર તાર બાંધવામાં કામગીરી કરવામાં આવી છે.

ધારદાર દોરાનાં કારણે અકસ્માત અને કેટલાક બનાવમાં વાહન ચાલકોનાં ગળા કપાઈ જતા હોય છે. જેથી આ પર્વનાં કેટલાક દિવસ પહેલા જ  શહેરનાં તમામ સામાજિક કાર્યકર મનોજ ભાવસાર દ્વારા શહેરનાં તમામ ઓવરબ્રિજનાં બંને બાજુ તાર બાંધવામાં આવી રહ્યા છે અને મિશન સેફ ઉતરાયણની કામગીરી હાથ ધરાઈ છે. જેથી દોરાનાં કારણે થતી દુર્ઘનાઓને અટકાવી શકાય. શહેરનાં 35 થી વધુ ઓવર બ્રિજ પર તકેદારીનાં ભાગરૂપે બંને બાજુ તાર બાંધવાનું કામ પુર જોશમાં ચાલુ કરવામાં આવી રહ્યા છે. જેથી ઉત્તરાયણ પર્વ કોઈનાં પરિવારનાં સભ્યો માટે શોકનો માહોલ લઈને નહીં આવે. ઉત્તરાયણનાં પર્વ પર લોકો અગાસી ઉપર જઈ પતંગ ચગાવતા હોય છે, એકબીજાનાં પતંગ કાપવા માટે ધારદાર માંઝાનો ઉપયોગ કરતા હોય છે અને આ જ માંઝા કપાઈને અનેક જગ્યાએ ફસાઈ જાય છે અને અકસ્માતનું કારણ બને છે.

15 વર્ષથી બ્રિજ પર તાર બાંધતા મનોજભાઈનું કહેવું છે કે રસ્તા ઉપર પસાર થતી વખતે વાહનચાલકો દોરીને કારણે ઘાયલ થાય છે. સૌથી વધુ અકસ્માતો શહેરનાં ઓવરબ્રિજ પર થાય છે. આ બાબતને જોતા બ્રિજ ઉપર ૧૫ થી ૧૭ ફૂટ ઊંચે તાર બાંધવામાં આવે છે. પતંગની દોરી તારમાં ફસાઈ જવાથી પતંગની ગતિ ધીમી થતા વાહન ચાલકને ઇજા થતી નથી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આવા માંઝાનાં કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મિશન સેફ ઉત્તરાયણથી આવી ઘટનાને ટાળવામાં મદદ થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો