Study/ દાવા મુજબ હવામાં 2 કલાકથી વધુ રહે છે કોરોના વાયરસ, એટલે જ જરૂરી છે માસ્ક

કોરોના વાયરસનો ખતરો સમગ્ર વિશ્વમાં છે, ત્યારે આ વાયરસને લઇને ઘણીવાર સામે આવ્યુ છે કે તે હવામાં ઘણા સમય સુધી રહી શકે છે. તે સંપૂર્ણપણે દૂર થતો નથી…

Trending

કોરોના વાયરસનો ખતરો સમગ્ર વિશ્વમાં છે, ત્યારે આ વાયરસને લઇને ઘણીવાર સામે આવ્યુ છે કે તે હવામાં ઘણા સમય સુધી રહી શકે છે. તે સંપૂર્ણપણે દૂર થતો નથી, તેથી દરેક માટે માસ્ક પહેરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, હવે આવો દાવો પણ કરવામાં આવ્યો છે.

સીએસઆઇઆર-સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) અને સીએસઆઇઆર-ઇન્સ્ટિટ્યુટ ઓફ માઇક્રોબિયલ ટેકનોલોજી (ઇમટેક) ચંડીગઢમાં સંશોધનમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે, માસ્ક વિના ફરવુ એ જોખમને ઇન્વિટેશન છે, તેથી જ્યારે પણ તમે બહાર જાઓ અથવા કોઈની સાથે વાત કરો ત્યારે માસ્ક પહેરો. નવા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલ અથવા કોવિડ સેન્ટરમાં સંશોધન દરમિયાન જ્યાં કોરોના દર્દીઓએ વધુ સમય પસાર કર્યો છે, તે સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે વાયરસ બે કલાકથી વધુ સમય સુધી હવામાં રહે છે, તેટલુ જ નહી દર્દીઓનાં બેસવાની જગ્યાએથી બે મીટરથી વધુ જગ્યાએ પણ આ વાયરસ હવામાં બની રહ્યો હતો.

હૈદરાબાદ અને મોહાલીની હોસ્પિટલોમાંથી 64 નમૂના લેવામાં આવ્યા પછી વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. તેથી, કોરોના વાયરસથી બચવા માટે એકમાત્ર અસરકારક રસ્તો માસ્ક અને બે ગજ દૂર રહેવાનો છે. આ સાથે, સાર્વજનિક ટોયલેટનો ઉપયોગ કરતા સમયે પણ સાવચેતી રાખવી જરૂરી છે. જ્યારે પણ તમે આ સાર્વજનિક ટોયલેટનો ઉપયોગ કર્યો છો ત્યારે માસ્ક અવસ્ય પહેરીને જાઓ અને જ્યારે કોઇ ટોયલેટ ઉપયોગ કરે ત્યારે તેના અડધા કલાક બાદ જ તમે તેનો ઉપયોગ કરો કારણ કે એરોસોલ પણ ફ્લશિંગમાં મળી આવેલ છે.

જણાવી દઇએ કે, દેશમાં કોરોના વાયરસનો ભય હજુ પણ ટળ્યો નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 સંક્રમણનાં 18,088 નવા કેસ, 21,314 રિકવરી અને 264 મોત નોંધાયા છે. દેશમાં હવે કુલ કેસની સંખ્યા 1,03,74,932 છે, જેમાં 2,27,546 સક્રિય કેસ, 99,97,272 રિકવરી અને 1,50,114 મૃત્યુનો સમાવેશ થાય છે, જોકે, મંગળવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાનાં સક્રિય કેસો ઝડપથી ઘટી રહ્યા છે, જે આરોગ્ય સિસ્ટમ પરનો ભાર ઘટાડે છે. તેમણે કહ્યું હતું કે, સક્રિય કેસોમાંથી 44 ટકા દર્દીઓ જ હોસ્પિટલમાં છે, જેમા ઉચ્ચ અથવા સ્થિર લક્ષણો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો