Teaser/ KGF-2 ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકો માટે આવ્યા Good News

KGF ચેપ્ટર-2 ની છેલ્લા 1 વર્ષથી લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, ત્યારે આ ફિલ્મનાં ટીઝરને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે….

Entertainment

KGF ચેપ્ટર-2 ની છેલ્લા 1 વર્ષથી લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, ત્યારે આ ફિલ્મનાં ટીઝરને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જી હા ફિલ્મનાં ડાયરેક્ટર પ્રશાંત નીલે આ ફિલ્મનું ટીઝર ક્યારે રીલીઝ થશે તેને લઇને માહિતી આપી છે.

KGF ની અપાર સફળતા બાદ ફિલ્મનાં બીજા પાર્ટની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જણાવી દઇએ કે, હવે એક પછી એક પોસ્ટર પછી બોલિવૂડ એક્ટર સંજય દત્તે પણ ફિલ્મમાં પોતાનો ફર્સ્ટ લૂક રીલિઝ કર્યો છે અને ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત નીલે ટીઝર ક્યારે રીલિઝ થશે તે અંગે પણ માહિતી આપી છે. ડાયરેક્ટર પ્રશાંત નીલે ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી હતી અને સાથે જ લખ્યું હતું કે “The countdown to the opening of the empire door begins now!” આ સિવાય સંજય દત્તે પણ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટર શૅર કર્યું હતું અને જણાવ્યું હતું કે ફિલ્મનું ટીઝર 2 દિવસ પછી રીલીઝ થવાનું છે. જણાવી દઇએ કે, સંજય દત્તે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપતા કહ્યુ છે કે, આ ફિલ્મનું ટીઝર 8 જાન્યુઆરીએ રીલીઝ કરવામાં આવશે.

https://www.instagram.com/p/CJsM-1GB0iw/?utm_source=ig_web_copy_link

KGF-2 કન્નડ સિવાય આ ફિલ્મ મલયાલમ, તમિલ, તેલુગુ અને હિન્દીમાં પણ રીલીઝ કરવામાં આવશે. હવે આ ટીઝર 8 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહેલી ફિલ્મનાં મુખ્ય અભિનેતા યશનાં જન્મદિવસ પર રિલીઝ થશે. ફિલ્મનાં મુખ્ય પાત્રો ટીઝર રિલીઝ થાય તે પહેલા જ રીલીઝ કરવામાં આવી રહ્યા છે અને તેનો લુક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. KGF- 2 માં સંજય દત્ત અને રવિના ટંડન પણ ખાસ પાત્રોમાં જોવા મળશે. બુધવારે સંજય દત્ત તેમને તેમના પાત્ર અધિરાનું પોસ્ટર યાદ કરાવે છે, અને જણાવ્યુ છે કે આ ફિલ્મનું ટીઝર ક્યારે આવશે.

Bollywood / જાણો, કેમ BMC એ સોનુ સૂદ સામે નોંધાવી FIR…

Birthday / પોતાના ડસ્કી લુકથી ચાહકોને દીવાના બનાવનાર બિપાશા બાસુ હવે દે…

Bollywood / પ્રિયંકા ચોપડાએ ‘We Can Be Heroes’ના સિક્કવલની ક…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો