કચ્છ – ગોંડલ – કચ્છ…કોઇ STની બસની વાત નથી થઇ રહી અહીં, આ છે આજેના દિવસમાં આવેલા ત્રણ ભૂકંપનાં ઝટકાની વાત. જાન્યુઆરીનો મહિનો અને ભૂકંપનું નામ સાંભળતા લોકોનાં જીવ અધર થઇ જાય છે અને જ્યારે ગુજરાતમાં આવેલા 2001નાં ભૂંકપને 20 વર્ષ થઇ રહ્યા છે, ત્યારે ફરી એક વખત જાન્યુઆરીમાં આવી રહેલા ભૂંકપના આંચકા જીવ ઉચ્ચક કરી રહ્યા છે. બીલકુલ ગુરુવારે એક જ દિવસમાં વહેલી સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રની ધરા ત્રણ-ત્રણ વખત ધ્રુજી છે. વહેલી સવારે કચ્છ, બપોરે ગોંડલ(રાજકોટ) અને ફરી સાંજે કચ્છમાં ભૂંકપના તિવ્ર કહી શકાય તેવા આંચકાઓ અનુભવાયા છે.

સવાર બાદ સાંજે ફરી એક વખત કચ્છનાં ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. રિક્ટર સ્કેલ પર 4ની તિવ્રતા નોંધાઇ હોવાનાં કારણે લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, સાંજે આવેલા આચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 9 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે.
સાંજે 7.22 વાગ્યે અનુભવાયો ભૂકંપ પાછલા આંચકાની સરખામણીએ તિવ્રતામાં વધુ હોવાનાં કારણે લોકો ભૂકંપનો આંચકો અનુભવતા ઘરની બહાર ભાગી આવ્યા હતા.

આપને જણાવી દઇએ કે, રાજકોટના ગોંડલમાં બપોરનાં સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગોંડલમાં અનુભવાયેલ ભૂંકપની 1.8ની તિવ્રતા હોવાનું નોંધવામાં આવે છે. અનુભવાયો ભૂંકપનાં આંચકોનું કેન્દ્રબિંદુ ગોંડલથી પશ્ચિમે 29 કિમી દૂર નોંધવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટના ગોંડલમાં અનુભવાયેલ ભૂકંપનાં આંચકોનું કેન્દ્રબિંદુ પાંચ પીપળા ગામે ભૂગર્ભમાં નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આજે વહેલી સવારે 5:57 મિનિટે પણ ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના બેલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો તેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1 હોવાનું નોંધવામાં આવી હતી. જો કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી 44 કિ.મી. દૂર હોવાનું નોંધવામાં આવ્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
