બોલીવુડ અભિનેતા સોનુ સૂદને બોમ્બે હાઈકોર્ટથી ગેરકાયદેસર બનાવટના મામલામાં મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે બીએમસી દ્વારા સોનુ સૂદના મકાન અંગેની કોઈપણ કાર્યવાહી પર 13 જાન્યુઆરી સુધી સ્ટે આપ્યો છે. આપને જણાવી દઇએ કે, બીએમસીનો આરોપ છે કે, સોનુ સૂદે જુહુમાં આવેલા રહેણાંક મકાનને પરવાનગી વગર હોટલમાં રૂપાંતરિત કરી દીધું છે.
આ મામલે બીએમસી દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે સોનુ સૂદે બોમ્બે હાઇકોર્ટનાં ધ્વાર ખટખટાવ્યા હતા હવે કોર્ટે બીએમસીને 13 જાન્યુઆરી સુધી આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવા આદેશ આપ્યો છે. સૂદે ગયા અઠવાડિયે એડવોકેટ ડી.પી.સિંઘ દ્વારા કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે, છ માળની શક્તિસાગર બિલ્ડિંગમાં તેણે કોઈ ગેરકાયદેસર કે અનધિકૃત બાંધકામ કર્યું નથી.

સોનુ સૂદે અરજીમાં કહ્યું હતું કે બિલ્ડિંગમાં તેમણે આવા કોઈ ફેરફાર કર્યા નથી જેના માટે બીએમસીની પરવાનગીની જરૂર હોય. ફક્ત તે ફેરફારો કરવામાં આવ્યા છે, જેની મંજૂરી મહારાષ્ટ્ર પ્રાદેશિક અને ટાઉન પ્લાનિંગ (એમઆરટીપી) એક્ટ હેઠળ છે. ગયા વર્ષે બીએમસી તરફથી નોટિસ મળ્યા બાદ સૂદે સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેને ત્યાં વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે કોર્ટે સોનુ સૂદને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે ત્રણ અઠવાડિયા આપ્યા હતા.
કથીત રીતે મંજૂરી વિના કોઈ રહેણાંક મકાનને હોટેલમાં રૂપાંતરિત કરવાના આરોપમાં ગત સપ્તાહે બીએમસીએ જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીએમસીએ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યા પછી પોલીસને ફરિયાદ પત્ર જારી કર્યો હતો કે, તેમાં સૂદ દ્વારા સૂચનોનું પાલન કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને ગયા વર્ષે ઓક્ટોબરમાં નોટિસ ફટકારી હોવા છતાં તે ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખ્યો હતો. જોકે પોલીસે હજી સુધી એફઆઈઆર દાખલ કરી નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
