Tandav/ સૈફ અલી ખાને ફિલ્મ ‘તાંડવ’માં ભૂમિકાને લઈને કરી આ ખાસ વાતો…

અલી અબ્બાસ ઝફરનું ક્રિયેશન તાંડવમાં સૈપ બહુસ્તરીય અગાઉ ક્યારેય નહીં તેવા પાત્રમાં જોવા મળશે. હાલમાં તેણે શોમાં તેના પાત્ર વિશે અને રોચક કામની ખાતરી રાખવા માટે તેણે સામનો કરેલા પડકારો વિશે અમુક ઓછી જ્ઞાત વિગતો જાહેર કરી.

Entertainment

હાલમાં પ્રસારિત કરવામાં આવેલા ટ્રેઈલર સાથે એમેઝોન ઓરિજિનલ સિરીઝ તાંડવમાં સૈફ અલી ખાને બોલ્ડ, વલ્નરેબલ અને કરિશ્માટિક પાત્ર સાથે સૌને ચકિત કરી દીધા છે.

25 મિલિયનથી વધુ વ્યુઝ સાથે રોમાંચક 3 મિનિટના ટ્રેઈલરે દર્શકોને જકડી લીધા છે અને અનોખી ભારતીય રાજકીય થ્રિલર જોવા શોના પ્રસારણ માટે તેમને વધુ ઉત્સુક બનાવી દીધા છે. અલી અબ્બાસ ઝફરનું ક્રિયેશન તાંડવમાં સૈપ બહુસ્તરીય અગાઉ ક્યારેય નહીં તેવા પાત્રમાં જોવા મળશે. હાલમાં તેણે શોમાં તેના પાત્ર વિશે અને રોચક કામની ખાતરી રાખવા માટે તેણે સામનો કરેલા પડકારો વિશે અમુક ઓછી જ્ઞાત વિગતો જાહેર કરી.

આ પણ વાંચો : અલી અબ્બાસ ઝફર મને ગંભીર પાત્ર માટે કાસ્ટ કરશે એવું ક્યારેય ધાર્યું નહોતુ : સુનિલ ગ્રોવર

Tandav Trailer: Saif Ali Khan, Dimple Kapadia's Political Thriller Series Looks Suave, Powerful And Highly Dramatic, Sunil Grover Steals The Show (Watch Video)

સૈફ અલી ખાન કહે છે, મને લાગે છે કે તમે ચોક્કસ પાત્ર માટે કશું કરો અને તૈયારી કરો ત્યારે તેમાં વિવિધ પ્રભાવો આવે છે. મારું પાત્ર રાજકારણીનું છે, જે જાહેર સ્થળે બહુ બોલે છે અને તેથી તેમાં ઘણાં બધાં સંસ્કૃતકૃત હિંદી વક્તવ્યો હતો, જે સમરના પાત્ર માટે તૈયારી કરવી પડી હતી. મોજીલી વાસ્તવિકતા એ છે કે મને સંસ્કૃત બોલવાનું બહુ ગમે છે. અમુક વાર અમે બહુ શૂટિંગ કરતા જ્યારે અમુક વાર હળવા દિવસો પણ વિતાવ્યા. આ શોમાં મારે રોજ લગભગ 4 સંસ્કૃત વક્તવ્યો બોલવાનાં હતાં. આથી મેં ઘણી બધી ભારેખમ લાઈનો શીખી છે.

આ પણ વાંચો : કરિશ્મા તન્નાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસ્વીરો જોઈએ ક્રેઝી થયા ફેન્સ

Tandav: What Saif Ali Khan, Gauahar, Dimple Kapadia, Sunil Grover & others are playing in political drama | Web-series News – India TV

શોમાં ગ્રે શેડેડ પાત્ર ભજવવા વિશે સૈફ કહે છે, મેં ગ્રે શેડનાં પાત્રો સાથે અમુક ભૂમિકાઓ ભજવી છે અને મેં તે બહુ માણી છે. દૂધ જેવા સફેદ પાત્ર ભજવવાને બદલે મને આ વધુ રસપ્રદ અને પ્રયોગાત્મક લાગે છે. મને ખુશી છે કે હું સમીરનું વલ્નરેબલ, આગઝરતું, હુકમશાહી અને નિખાલસ પાત્ર ભજવી શક્યો છું. તમારી ઊર્જાને અલગ અલગ ભાગમાં વહેંચવા જેવું આ છે. ઉપરાંત રાજકારણીનું પાત્ર ભજવવાનું બિલકુલ જોખમી નથી એવું મને લાગે છે. તાંડવ દસ્તાવેજી નથી, પરંતુ કાલ્પનિક વાર્તા છે.

આ પણ વાંચો : જાણો, કેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી નથી કરવા માંગતી ડિરેક્ટર રામ ગોપાલ વર્માની સાથે કામ?

Tandav trailer out, into murky politics with Saif Ali Khan in new Amazon Prime web series - Binge Watch News

હિમાંશુ કિશન મહેરા અને અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્મિત આ 9  એપિસોડના રાજકીય ડ્રામામાં સૈફ અલી ખાન, ડિંપલ કાપડિયા, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, દિનો મોરિયા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, મહંમદ ઝીશાન અય્યુબ, કૃત્તિકા કામરા, સારાહ જેન ડાયસ, સંધ્યા મૃદુલ, અનુપ સોની, હિતેન તેજવાની, પરેશ પાહુજા, શોનાલી નાગરાની વગેરે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો