ભારતીય શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તુફાનું નિધન થયું છે. મુસ્તફા 89 વર્ષના હતા. પ્રખ્યાત હસ્તીઓ લતા મંગેશકર અને એ.આર. રહેમાને ઉસ્તાદ ગુલામ મુસ્તફાના નિધનથી શોક વ્યક્ત કર્યો છે. આ સાથે, ભાવનાત્મક પોસ્ટ લખીને, તેમણે ભીની આંખોથી શાસ્ત્રીય સંગીતના આ મહાન ગાયકને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
https://www.instagram.com/p/CKI8cJkpxYI/?utm_source=ig_web_copy_link
ઉસ્તાદ ગુલામ મુસ્તફાનું આજે મુંબઈમાં અવસાન થયું છે, જેની માહિતી તેમની પુત્રવધૂ નમ્રતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. નમ્રતાએ તેની પોસ્ટમાં લખ્યું હતું- ‘ભારે હૃદયથી મારે તમને કહેવું પડશે શે કે થોડી મિનિટો પહેલા મારા સસરા, અમારા પરિવારના સ્તંભ અને દેશના મહાન પદ્મવિભૂષણ ઉસ્તાદ ગુલામ મુસ્તફાએ આ વિશ્વને અલવિદા કહી દીધું.’
Mujhe abhi abhi ye dukhad khabar mili hai ki mahan shastriya gayak Ustad Ghulam Mustafa Khan Saheb is duniya mein nahi rahe. Ye sunke mujhe bahut dukh hua. Wo gayak to acche the hee par insaaan bhi bahut acche the. pic.twitter.com/l6NImKQ4J9
— Lata Mangeshkar (@mangeshkarlata) January 17, 2021
નમ્રતા ઉપરાંત સ્વરા કોકિલા લતા મંગેશકરે પણ ટ્વિટ કરીને આ સુપ્રસિદ્ધ ગાયકને શ્રદ્ધાંજલિ પાઠવી છે. લતા મંગેશકરે ટ્વીટ કર્યું- ‘મને ફક્ત એક દુખદ સમાચાર મળ્યા કે મહાન શાસ્ત્રીય ગાયક ગુલામ મુસ્તફાખાન સાહેબ આ દુનિયામાં નથી રહ્યા. મને આ સાંભળીને ખૂબ દુ:ખ થયું છે. તે માત્ર સારા ગાયક જ નહોતા, પણ મનુષ્ય પણ ઘણા સારા હતા.
The sweetest teacher of all ..May the Ghafoor-ur-Rahim give you a special place in the next world 🌹🌺🌻🌼🌷#UstadGhulamMustafa 🇮🇳 https://t.co/dx9Lhc2cXB
— A.R.Rahman (@arrahman) January 17, 2021
એઆર રહેમાને ટ્વિટ કર્યું- ‘મારા હમેશાંથી પ્રિય શિક્ષક … મને આશા છે કે તમને બીજી દુનિયામાં વિશેષ સ્થાન મળશે’. મળતી માહિતી મુજબ ગુલામ મુસ્તફાને આજે મુંબઇના સાંતાક્રુઝ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ- ખાક કરવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
