Alert!/ અમેરિકાની સુપ્રીમ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બિડેનની શપથ ગ્રહણ પૂર્વે સુપ્રીમ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી સનસનાટી મચી ગઈ છે…

World

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બિડેનની શપથ ગ્રહણ પૂર્વે સુપ્રીમ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી સનસનાટી મચી ગઈ છે. ઉતાવળમાં સુપ્રીમ કોર્ટનાં ઈમારતમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, સુરક્ષાદળોને હજી પણ કઇ મળ્યું નથી.

કોર્ટનાં પ્રવક્તા કlથલીન અરબેર્ગે કહ્યું કે, “કોર્ટને બોમ્બની ધમકી આપવામાં આવી છે, ઈમારત અને મેદાનની તપાસ કરવામાં આવી છે.” ઈમારત ખાલી કરાવવામાં આવી રહેલ નથી.” કોર્ટ યુ.એસ. સંસદની નજીક છે, જ્યાં બિડેન રાષ્ટ્રપતિ અને કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. ઘણા પૂર્વ રાષ્ટ્રપતિઓ સહિત મોટી સંખ્યામાં મહેમાનો શપથ ગ્રહણ સમારોહ માટે પહોંચ્યા છે.

6 જાન્યુઆરીની હિંસાને પગલે યુ.એસ.ની રાજધાનીને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. યુએસ કેપિટલમાં 25 હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા સિસ્ટમ અભૂતપૂર્વ છે. કેપિટલ હિલની આજુબાજુનાં રસ્તાઓ પર બેરિકેટ લગાવવામાં આવ્યા છે અને દરેક મુલાકાતીની શોધખોળ કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો