UP/ દારૂની લિમિટને લઈ યોગી સરકારનો મોટો નિર્ણય, હવે આ કામ માટે લેવું પડશે લાઇસન્સ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નવી આબકારી નીતિ બહાર પાડી છે. આ અંતર્ગત જો તમારે ઘરમાં દારૂના નિયત જથ્થા કરતા વધારે રાખવા માંગતા હોય,

India

ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નવી આબકારી નીતિ બહાર પાડી છે. આ અંતર્ગત જો તમારે ઘરમાં દારૂના નિયત જથ્થા કરતા વધારે રાખવા માંગતા હોય, તો તમારે આબકારી વિભાગ પાસેથી લાઇસન્સ લેવું પડશે અને તમારે દર વર્ષે સરકારને લાઈસન્સ તરીકે 12 હજાર આપવાના રહેશે, એટલું જ નહીં , સરકારે સલામતી રૂપે 51 હજાર રૂપિયા આબકારી વિભાગ સિક્યોરીટીના રૂપમાં આપવાના છે.

હકીકતમાં, આબકારી વિભાગનું હોમ લાઇસન્સ આવા લોકો માટે હશે કે જેઓ છેલ્લા 5 વર્ષથી આવકવેરો ભરતા હોય છે. જેણે પણ આ લાઇસન્સ માટે અરજી કરી છે તેણે અરજી સાથે પાનકાર્ડ અને આધારકાર્ડની નકલ જમા કરવાની રહેશે. એટલું જ નહીં, અરજદારે એફિડેવિટ પણ આપવી પડશે. આ મુજબ, કોઈપણ અનધિકૃત અથવા 21 વર્ષથી ઓછી વયના વ્યક્તિને જ્યાં દારૂ સંગ્રહિત થાય છે ત્યાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશ સરકારે જે નવી નીતિ લાવી છે, તેના અનુસાર ઘરેલુ અને અંગ્રેજી દારૂ ઉપરાંત બીયર અને ગાંજાના છૂટક દુકાન અને મોડેલ શોપના લાઇસન્સ પણ રીન્યુ  કરાશે. ઘરેલુ અને અંગ્રેજી દારૂના છૂટક દુકાનની સાથે મોડેલ શોપની લાઇસન્સ ફીમાં ફક્ત 7.5 ટકાનો વધારો કરાયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો