બોલિવૂડ એક્ટર વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્નને હવે બહુ ઓછો સમય બાકી છે. બંનેના આજે પંજાબી રિવાજોમાં લગ્ન થવાના છે. પહેલા 2020માં લગ્ન કરવાના હતા, પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે આ લગ્ન 2021 માટે પોસ્ટપોન રાખ્યા. લગ્નમાં વરુણ ધવનના પિતા ડેવિડ ધવન ગોપનીયતાનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. નતાશા અને વરૂણ ધવનના લગ્ન અલીબાગ વિસ્તારમાં સ્થિત ધ મેન્શન હાઉસ ખાતે સાત ફેરા લેશે. તાજેતરમાં જ આ બંનેના મહેંદી સમારોહમાંથી પહેલો ફોટો સામે આવ્યો હતો.
કરણ વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ન માટે કરણ જોહરના અલીબાગ જવા રવાના થયા છે. તેને ગેટવે ઓફ ઈન્ડિયા પર સ્પોટ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
લગ્નમાં ભાગ લેવા વરૂણ ધવનનો બાળપણનો મિત્ર જોઆ મોરાની પહોંચી ગઇ છે.
View this post on Instagram
વરૂણ ધવન અને નતાશા કેવી રીતે લગ્ન કરી રહ્યા છે. દરેક વ્યક્તિ આ જાણવા માંગે છે. આ દરમિયાન લગ્નના મંડપની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પિંક થીમ હેઠળ સજ્જ આ ડેકોરેશન દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.
