Washington/ H1B વિઝા મામલે ભારતીઓને મોટી રાહત

અમેરિકામાં જો બાઈડેન સરકારે સતા સંભાળતા જ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને બદલવાનો શરુ કરી દીધા છે…..

World

અમેરિકામાં જો બાઈડેન સરકારે સતા સંભાળતા જ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને બદલવાનો શરુ કરી દીધા છે. બાઈડેનને સતા સંભાળતા જ 7 માં દિવસે H1B વીઝા ધારકોને મોટી રાહત આપી છે.

આ નવી પોલીસીને લઈને હવે H1B વિઝાધારકોના જીવનસાથી કે જેઓ H4 વિઝા ધારક છે તેઓને અમેરિકામાં કામ કરવાનું અનુમતિ મળી ગઈ છે. આ પહેલાં ટ્રમ્પ સરકારે H1B વિઝાધારકોના જીવનસાથીના કામ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો અને કારણ જણાવ્યું હતું કે, આ દેશહિતમાં નથી. આ પાછળ ટ્રમ્પનો આ નિર્ણય વિદેશીઓને અમેરિકામાં કામ કરતા રોકવા માટેનો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો