શહેરના માધુપુરા વિસ્તારમાં શિવ શક્તિ નગર પાસે લગ્ન પ્રસંગની તૈયારીઓ ચાલતી હતી, તે દરમિયાનમાં અચાનક જ વાતાવરણ તંગ બની ગયું. બે વ્યક્તિ વચ્ચે તકરાર થઈ અને તે તકરાર દરમિયાન સળગતો સગડો બાઈક પર પડ્યો અને બાઇક સળગી ઉઠ્યું. સામા પક્ષને લાગ્યું કે સ્થાનિક તત્વોએ તેમના પર હુમલો કર્યો છે. અને જોતજોતામાં વાત વણસી ગયું.
એક જ કોમના બંને ટોળાઓ આમને-સામને આવી ગયા અને પથ્થરમારાની ઘટનાએ આકાર લીધો. ઘટનાની જાણ થતાની સાથે માધુપુરા પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી અને પથ્થરમારામાં સામેલ લોકોને પકડવાની કવાયત હાથ ધરી. આ ઘટનામાં ચાર લોકોને ઈજા થવા પામી છે, જેથી પોલીસે તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે.
બીજી તરફ પથ્થરમારો કરનારા શખ્સોને પકડવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી અને શોધખોળ દરમિયાન ૧૦ લોકોને કોર્ડન કરવામાં આવ્યા છે. લગ્નના પસંદ દરમિયાન કોઈ અનિચ્છનિય કાર્ય ન બને તે માટે સ્થાનિક પીઆઇ દ્વારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે ડિપ્લોય કરવામાં આવ્યો છે. અને બીજી તરફ પથ્થરમારો કરનારા શખ્સોના નામની શોધખોળ હાથ ધરી તેમની અટકાયત કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી હાલ શિવ શક્તિ નગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
