Not Set/ ફરી ભૂકંપના આંચકા, દુધઈ અને ખાવડામાં જાણો કેટલી તીવ્રતાના આંચકા આવ્યા..?

કચ્છમાં ફરી ભૂકંપના આંચકા, દુધી અને ખાવડામાં જાણો કેટલી તીવ્રતાના આંચકા આવ્યા..?

Top Stories Gujarat Others

કચ્છમાં ફરી એક વાર ભૂકંપના આંચકા શરુ થઈ ચુક્યા છે. મોદી રાત્રે અને વહેલી સવારે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના દુધઈ અને ખાવડા ખાતે ભૂકંપ આવ્યો હતો.

રાત્રે 12 વાગ્યે 12 મીનિટે દુધઈમાં 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયા. જ્યારે સવારે 9:37 વાગ્યે ખાવડામાં 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. દુધઈમાં અનુભવાયેલા આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર નોંધાયું છે. જયારે ખાવડામાં આવેલા ભૂકંપ નું કેન્દ્ર બિંદુ ખાવડાથી 20  કિલોમીટર દૂર નોંધાયું છે.

11 જાન્યુઆરીએ સવારે ૯.૦૫ વાગ્યે દૂધઈથી ૧૩ કિ.મી. ઉત્તરે જમીનમાં ૧૧.૮ કિ.મી. ઉંડાઈએ આ ધરતીકંપ ઉદ્ભવ્યો હતો. આ કેન્દ્રબિંદુ ભચાઉ પછી દેશલપર નજીક હતું. આ પહેલા તા.૧ અને તા.૭ના ભચાઉ પંથકમાં અને તા.૭ના બેલા વિસ્તારમાં તીવ્ર ધરતીકંપ નોંધાયા હતા.

Political / AIMIMના અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત, અમદાવાદ અને ભરૂચમાં કરશે ચૂંટણી પ્રચાર

Rajkot / મોડીરાત્રે રૈયાણીની ઓડિયો ક્લિપ વિશે વાતો કરતાં હતા યુવાનો , આવી પહોંચ્યા ખુદ ધારાસભ્ય અને થઈ બબાલ

Weather / રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત, પરંતુ રાજ્યના અનેક શહેરોમાં છવાયું ધુમ્મસ

America / મોદી સરકારને નવા કૃષિ કાયદાઓ પર અમેરિકાનો ટેકો મળ્યો, કહ્યું- આનાથી ભારતના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…