Election/ કાલે વિજય મુહૂર્ત ચૂકી ગયેલા ભાજપનાં 263 ઉમેદવારો આજે ફોર્મ ભરશે

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભારે હુસાતુસી જોવામાં આવી રહી છે. ખાસ કરીનાે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસ અને ભાજપમાં તો રીતસરનો હડકંપ મચ્યો છે. અનેક નેતા નારાજ છે, તો અનેક કાર્યકરો વિરોધમાં દેખાવો અને રજૂઆતો કરી રહ્યા છે.

Gujarat Others

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભારે હુસાતુસી જોવામાં આવી રહી છે. ખાસ કરીને ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસ અને ભાજપમાં તો રીતસરનો હડકંપ મચ્યો છે. અનેક નેતા નારાજ છે, તો અનેક કાર્યકરો વિરોધમાં દેખાવો અને રજૂઆતો કરી રહ્યા છે.

હુમલો: વિશ્વ હિંદુ પરિષદનાં પ્રવીણ તોગડિયાએ આશરો લીધો હતો તે ઘર પર થયો પથ્થરમારો

તમામ શોરબકોર વચ્ચે 6 મહાનગર પાલિકાની ચૂંટણીનાં ગઇ કાલે ઉમેદવારી પત્ર ભરવામાં ગુજરાત ભાજપના ઇતિહાસમાં પહેલી વખત ભાજપ વિજય મુહૂર્ત ચૂક્યું અને અનેક ઉમેદવારો ફોર્મ ભરવામાં બાકી રહી ગયેલા. બાકી રહી ગયેલા તમામ ઉમેદવારો આજે પોતાનું નામાંકન ભરશે.

ચૂંટણી પ્રચાર: ચૂંટણી આવી ચક્કરો વધ્યા : ભૂપેન્દ્ર યાદવ, મનીષ સિસોદિયા, અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત

આપને જણાવી દઇએ કે, એક અંદાજ મુજબ અપક્ષોને બાદ કરતા જાહેર થયેલા તમામ પક્ષોનાં ઉમેદવારોનાં આધારે કહી શકાય કે આજે ગુજરાતમાં 6 મહાનગરોની ચૂંટણીનાં 263 ઉમેદવારો ફોર્મ ભરશે. ઉલ્લેખનીય છે કે, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને ભાજપ-કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારો આજે ફોર્મ ભરશે.

Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 6 મનપામાં કુલ 919 ફોર્મ ભરાયા, જાણો ક્યાં કેટલા ફોર્મ ભરાયા

કાલે ચૂકી ગયેલા ભાજપનાં ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક ભરશે  એવું ચર્ચાઇ રહ્યું છે. અમદાવાદ મનપાના 72 ઉમેદવાર આજે ફોર્મ ભરશે. વડોદરાના 42 અને સુરતના 82 ઉમેદવાર ફોર્મ ભરશે. જામનગરના 59 અને ભાવનગરમાં 8 ઉમેદવાર પણ આજે ફોર્મ ભરશે. જો કે આ મામલામાં રાજકોટનાં તમામ 72 ઉમેદવારોએ શુક્રવારે એટલે કે ગઇકાલે ફોર્મ ભરી દીધા હોવાનું સામે આવી રહ્યું છે.

જુઓ આ વીડિયો અહેવાલ પણ – 6 મહાનગર પાલિકાની ચૂંટણીનો મામલો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…