બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર ફરી એકવાર પોતાના ગ્લેમરસ લુક સાથે સોશિયલ મીડિયા પર છવાઈ છે. તેની અદભૂત અભિનયની સાથે તે ફેશન સેન્સને કારણે લોકોના હૃદયમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. ભૂમિના લેટેસ્ટ લુક વિશે વાત કરવામાં આવે તો તે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી લહેંગા પહેરેલી જોવા મળી હતી.

ભૂમિએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ લુકની કેટલીક તસવીરો શેર કરી છે. ભૂમિના લુક વિશે વાત કરવામાં આવે તો, તેણે લાઈટ પર્પલ રંગનો લહેંગા પહેર્યો હતો. જેમાં ભારે ભરતકામ કરવામાં આવેલું છે. આ લુક સાથે અભિનેત્રીએ સુંદર ડીપ નેક બ્લાઉઝ પહેર્યો હતો. એક સાઈડ મેચિંગ દુપ્પતો કેરી કર્યો હતો.
https://www.instagram.com/p/CLV2ZAiBlm_/?utm_source=ig_web_copy_link
ભૂમિ પેડનેકરે આ લુકને મિનીમલ મેકઅપ, પીચ લિપસ્ટિક અને વાળને ખુલ્લા રાખ્યા છે. જ્વેલરી વિશે વાત કરવામાં આવે તો, સુંદર ચોકર કેરી કર્યા છે.

ચાહકોની સાથે સેલેબ્સ પણ ભૂમિના આ લુકના વખાણ કરી રહ્યા છે. તાહિરા કશ્યપ સહિત ઘણા સેલેબ્સે કોમેન્ટ પણ કરી હતી.

ભૂમિ પેડનેકરના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે રાજકુમમાર રાવની ફિલ્મ ‘બધાઇ દો’માં જોવા મળશે.
https://www.instagram.com/p/CIPfcgFJZXF/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CLHMIyYBcvD/?utm_source=ig_web_copy_link
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
