સુરતમાં છેલ્લા કેટલા સમયથી અંગત અદાવત અથવા થયેલા ઝગડામાં મારામારી કે હત્યાની ઘટના તમે સાંભળી હશે પણ પાડોસી સાથે થયેલા ઝગડામાં પાડોસીને શબક શીખવાડવા તેની બાળકીને પાડોશીએ દુષ્કર્મ માટે નિશાન બનાવી હતી. જો કે બાળકીએ વિરોધ નોંધાવી હવસખોરનાં ચંગુલમાંથી છટકી ભાગી છૂટી હતી અને સમાગર મામલે પોલીસ મથકે પહોંચતા પોલીસે આ નરાધમ યુવકની ધરપકડ કરી છે.
કિન્નર / વ્યંઢળોએ પહેરી ખાખી, આ રાજ્યએ ટ્રાંસજેન્ડરોને પોલીસ વિભાગમાં ભરતીની કરી પહેલ
સન્માનનીય બાબતે થયેલા ઝગડામાં અદાવત રાખી મારામારી કે હત્યા કરવામાં આવતી હોય છે. આ વાત તમે સાંભળી હશે. અજ્ઞાતો ઝગડાની અદાવતમાં પાડોસી દ્વારા પાડોસીને શબક શીખવાડવા માટે તેની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતનાં પાંડેસરા ખાતે આવેલી જીઆઇડીસી વિસ્તારમાં ગોકુલધામ આવાસમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળકી ઘરનાં આંગણામાં રમી રહેલી ત્યારે પડોસી યુવાન આ બાળકીનાં એકલતનો લાભ લઇ તેનો હાથ પકડી ઘરની પાછળનાં ભાગે લઇ ગયો હતો. જયા એકાંતનો ગેરલાભ લઇ બાળાનાં છાતીનાં ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકત કરી હતી. જો કે બાળાએ યુવાનની હરકતનો પ્રતિકાર કરી ત્યાંથી ભાગી ગઇ હતી અને પોતના ઘરે પહોંચીને તેની સાથે બનેલી સબગર ઘટન માતાને કહી હતી. જો કે મા એ તાત્કાલિક પાડોસી યુવાન બાળા સાથે અશ્લીલ હરકત કરનાર સુરજ અરૂણ પાંડે વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ આપી હતી.
ચૂંટણી પરિણામ / દિલ્હી MCD ચૂંટણીમાં AAPને મારી બાજી, પાંચમાંથી 4 સીટ પર મેળવી જીત, ભાજપની હાર
જેથી પોલીસે આ નરાધમને્ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જો કે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ પોલીસને જે જાણકારી આપી હતી. તે જોઈને પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી. આરોપી સુરજ પાંડે અને બાળાનાં પરિવાર વચ્ચે પાંચેક દિવસ અગાઉ સામાન્ય બાબતમાં ઝઘડો થયો અને આ ઝગડાની અદાવત રાખીને આ યુવાને બાળાને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું અને તેને બાળાની એકલતાનો લાભ લઇને આ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તે સફળ નહિ જતા પોલીસ તેને ઝડપી પાડ્યો હતો. જો કે પોલીસે આ બાળા સાથે અન્ય કોઇ અઘટીત ઘટના બની છે કે નહીં તે અંગેની તપાસ માટે બાળાનો મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યો છે. અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
