Election/ ગૃહમંત્રી રવિવારે તામિલનાડુ અને કેરળના પ્રવાસે

રાજકીય પ્રવાસ દરમ્યાન મહાસંપર્ક યાત્રાનું પણ આયોજન
કન્યાકુમારીના સુચિન્દ્રમ મંદિરમાં કરશે પૂજા

Gujarat Assembly Election 2022 India

ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તામિલનાડુ અને કેરળમાં એક દિવસીય રાજકીય પ્રવાસ કરશે, જ્યાં તેઓ મહાસંપર્ક યાત્રા અભિયાન માટે ડોર ટુ ડોર પ્રચાર પણ કરશે. આ સમય દરમિયાન તે કન્યાકુમારીના સુચિન્દ્રમ મંદિરમાં પણ પૂજા કરશે.

તેમજ પાર્ટીના કાર્યકરો તમિલનાડુમાં ઘરે ઘરે જઈને કેન્દ્ર સરકાર અને ભાજપની નીતિઓની ચર્ચાઓ પણ કરશે. પાર્ટી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં શાહ તિરુવનંતપુરમમાં ભાજપની કેરળ વિજય યાત્રાના સમાપન સમારોહને પણ સંબોધન કરશે. તેમજ બંને રાજ્યોમાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ રોડ શો હિન્દુ કોલેજથી કામરાજ પ્રતિમા સુધીનો હશે. કાર્યક્રમ દિવસના 11: 15 કલાકે શરૂ થાય છે અને રાત્રે 12:30 વાગ્યે સમાપ્ત થાય છે. ત્યાર બાદ સાંજે 4.30 વાગ્યે કેરળના તિરુવનંતપુરમ ખાતે શ્રી રામકૃષ્ણ મઠની મુલાકાત લેશે. શાહ કેરળમાં ભાજપની વિજય યાત્રામાં પણ ભાગ લેશે