Not Set/ મમતા બેનર્જી સામે સીધી જ ટક્કર લેશે આ અભિનેતા, નંદીગ્રામમાં સુવેન્દુ માટે કરશે પ્રચાર

તાજેતરમાં ભાજપમાં જોડાયેલા બોલિવૂડ એક્ટર અને પૂર્વ ટીએમસી રાજ્યસભાના સાંસદ મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ હવે સીએમ મમતા બેનર્જી સાથે સીધી ટક્કર આપવાનું મન બનાવી લીધું છે.

Top Stories India

તાજેતરમાં ભાજપમાં જોડાયેલા બોલિવૂડ એક્ટર અને પૂર્વ ટીએમસી રાજ્યસભાના સાંસદ મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ હવે સીએમ મમતા બેનર્જી સાથે સીધી ટક્કર આપવાનું મન બનાવી લીધું છે. મિથુન ટૂંક સમયમાં જ સુવેન્દુ અધિકારી માટે નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી વિરુદ્ધ પશ્ચિમ બંગાળની ચૂંટણી 2021 નો પ્રચાર કરશે. સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) ની કચેરીએ જણાવ્યું છે કે સુવેન્દુ 12 માર્ચે નામાંકન ભરવાના છે અને આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને સ્મૃતિ ઈરાની હાજર રહેશે. નંદિગ્રામ સીટ પર મિથુન ચક્રવર્તી ઉપરાંત ભાજપના ઘણા મોટા નેતાઓ પણ આ પ્રચારમાં ભાગ લઈ શકે છે.

આપને જણાવી દઇએ કે મિથુન ચક્રવર્તી ભાજપ પહેલા લાંબા સમય સુધી લેફ્ટ  સમર્થક રહ્યા અને ટીએમસીની ટિકિટ પર રાજ્યસભા પણ જઈ ચુક્યા છે. લેફ્ટની નજીક ગણાતા મિથુને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે મુર્શિદાબાદ જિલ્લાના જંગીપુર લોકસભા મત ક્ષેત્રમાં પ્રણવ માટે પ્રચાર કર્યો હતો. મિથુનનું નામ પશ્ચિમ બંગાળના શારદા ચિટ-ફંડ કૌભાંડમાં પણ બહાર આવ્યું હતું. ટીએમસીમાંથી રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા બાદ બે ત્રણ જ વાર સંસદમાં ગયા હતા, ત્યારબાદ તેમને ટીકાઓનો પણ ભોગ બનવું પડ્યું હતું.

આ પણ વાંચો : પહેલાથી વધુ ઘાતક છે ઇન્ડિયન નેવીની સબમરીન, ચીન- પાકિસ્તાનના ઉડી જશે હોશ

આપને જણાવી દઈએ કે આ કૌભાંડમાં નામ સામે આવ્યા બાદ મિથુન ખૂબ દુઃખી થયા હતા અને 2016 માં તેમણે કથિત રીતે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી. મિથુન ચક્રવર્તી સારા ચિટ ફંડના બ્રાન્ડ એમ્બેસેડર હતા જેમાં કૌભાંડ સામે આવ્યું હતું. તેમણે કંપની પાસેથી લીધેલા રૂ 1.20 કરોડ પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે તે અન્યની છેતરપિંડી કરીને લીધેલા પૈસા પડાવવા માંગતા નથી.

મિથુન છેલ્લા બે વર્ષમાં સંઘના વડા મોહન ભાગવત સાથે ઘણી વખત દેખાયા હતા. ભાગવત પણ બે વખત મિથુનને તેમના ઘરે મળવા ગયા હતા. આ સિવાય જ્યારે ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયાનું પશ્ચિમ બંગાળના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેઓ મિથુનને ઘણી વાર મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે વિજયવર્ગીયાએ પણ મિથુનને ભાજપમાં જોડાવા સમજાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

આ પણ વાંચો : CM મમતા બેનર્જી આજે નંદીગ્રામ સીટમાં નામાંકન કરશે, એક સમયે પોતાના સહાયક શુભેન્દુ અધિકારીનો સામનો