Auto/ મારુતિ સુઝુકીની આ કાર પર મળી રહ્યું છે 52 હજાર રુપિયા સુધી ડિસ્કાઉન્ટ

આ વર્ષે વાહનોના વેચાણમાં છેલ્લા વર્ષની તુલનામાં 17.92% નો વધારો થયો છે. આ વર્ષે 2,81,380 યુનિટ વેચાયા છે. વેચાણની દ્રષ્ટિએ મારુતિ સ્વિફ્ટ, બલેનો, વેગન આર, અલ્ટો અને ડિઝાયર ટોપ પર છે. મારુતિ એરેના શોરૂમમાંથી વેચાયેલી આ કારો પર છૂટ મળી રહી છે. ચાલો જાણીએ મારુતિ કાર પર કેટલી છૂટ છે … મારુતિ સુઝુકી એસ-પ્રેસો મારુતિ […]

Business

આ વર્ષે વાહનોના વેચાણમાં છેલ્લા વર્ષની તુલનામાં 17.92% નો વધારો થયો છે. આ વર્ષે 2,81,380 યુનિટ વેચાયા છે. વેચાણની દ્રષ્ટિએ મારુતિ સ્વિફ્ટ, બલેનો, વેગન આર, અલ્ટો અને ડિઝાયર ટોપ પર છે. મારુતિ એરેના શોરૂમમાંથી વેચાયેલી આ કારો પર છૂટ મળી રહી છે. ચાલો જાણીએ મારુતિ કાર પર કેટલી છૂટ છે …

Maruti S-Presso

મારુતિ સુઝુકી એસ-પ્રેસો
મારુતિ તેની એન્ટ્રી લેવલ કાર એસ-પ્રેસો પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. એસ-પ્રેસોમાં 1.0-લિટર પેટ્રોલ એન્જિન મળે છે, એસ-પ્રેસોની કિંમત 4.82 લાખ રૂપિયા છે. આ કારમાં 20 હજાર રૂપિયાની કન્ઝ્યુમર ઓફર્સ, એમએસઆઈએલ 5000 રૂપિયા સુધી સપોર્ટ કરે છે, 20 હજાર રૂપિયા એક્સચેંજ બોનસ અને 7,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે. એટલે તમને કુલ 52 હજાર સુધી ફાયદો મળી શકે.

Maruti Alto emerges as India's bestselling car for 16th year in a row

મારુતિ સુઝુકી અલ્ટો
મારુતિના એન્ટ્રી લેવલ મોડેલમાં 39 હજાર રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. અલ્ટોએ 0.8 લિટરનું પેટ્રોલ એન્જિન મળે છે, આમા 20 હજાર રૂપિયાની કન્ઝ્યુમર ઓફર્સ, 15 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ અને 4,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

Maruti Celerio Price, Specs, Review, Pics & Mileage in India

મારુતિ સુઝુકી સેલેરિયો
મારુતિની આ કારમાં 10-લિટર કે-સિરીઝનું પેટ્રોલ એન્જિન મળે છે, જે મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સ સાથે આવે છે.
જેમા 20 હજાર રૂપિયાની કન્ઝ્યુમર ઓફર્સ, સાત વર્ષની જૂની કાર પર 20 હજાર રૂપિયા એક્સચેંજ બોનસ અને 7,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

Suzuki Vitara Brezza confirmed for South Africa in 'early 2021'

મારુતિ સ્વિફ્ટમાં 7000 રુપિયાનો ફાયદો મળશે, કંપનીએ તાજેતરમાં સ્વીફ્ટનું ફેસલિફ્ટ અપડેટ આપ્યું છે. ગ્રાહકને 10 હજાર રૂપિયાની ઓફર મળશે, 20 હજાર રૂપિયા એક્સચેંજ બોનસ અને 7,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.