ગુજરાત રાજ્યમાં આજે ૨૧મી સદીમાં પણ છાસવારે દલિત પર અત્યાચારના બનાવો સામે આવે છે. જે મોડેલ સ્ટેટ ગુજરાત માટે ખરેખર શરમ જનક છે. અવાર નવાર દલિતોના વરઘોડા કે વરઘોડામાં પાઘડી પહેરવી કુવા માંથી પાણી લેવું જેવા મુદ્દાઓ ઉપર જંગ જામેલો જોવા મળે છે. માંસ એકબાજુ ચંદ ઉપર જવાની વાતો કરે છે અને બીજી બાજુ જાતીય સમીકરણો અને આભડછેટ માંથી પોઅની જાતને બહાર નથી જ કાઢી શકતો, જે આજ ના વિકસિત ગુજરાત માટે ખુબ જ શરમ જનક વાત છે.
આ મુદ્દે આજે વિધાનસભા ગૃહમાં ચર્ચા થઈ હતી. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમારે અડીખમ ગુજરાત ને આભડછેટ મુક્ત ગુજરાત બનવવા ની માંગ કરી હતી. તેમને ગૃહમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ આધારિત આંકડા ટાંકીને ગુજરાતમાં દલિતો ઉપર થતા અત્યાચાર વિષે જણકારી આપી હતી.
આ અંગે તેમણે નેશનલ ક્રાઈમ રેકોર્ડ આધારિત આંકડાનો સંદર્ભ આપીને જણાવ્યું હતું કે, સમાજ પર અત્યારે એટ્રોસીટીના ગુનાઓ બનતા રહે છે દેશનો crime rate 22. 65 ટકા છે જ્યારે રાજ્યનો ક્રાઇમ રેટ 34.6 ટકા છે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ ઉપર આભડ છેટ અને અત્યાચાર થાય છે અડીખમ ગુજરાત રાજ્ય આભડછેટ રાજ્ય બની ગયું છે
તેમણે ઉમેર્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ ના નામનો ઉપયોગ કોઈપણ પક્ષ કરે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરી સરકારી કચેરી શાળા-કોલેજો ખાતે તેમનું તેલી ચિત્ર મુકવુ જોઇએ પરંતુ આ વાતનો સ્વીકાર સરકારે કર્યો નથી એવું કહી તેમણે જણાવ્યું હતું કે દલિત સમાજ પ્રત્યે કેટલી સરકાર ચિંતાતુર છે તે સાબિત થાય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અનુસૂચિત જાતિ આયોગ ની રચના કરવામાં આવે અને જેના થકી અનુસૂચિત જાતિ પણ થયેલા અત્યાચારો યોગ્ય કાર્યવાહી કરી શકાય તે ઉપરાંત એસ.સી એસ.ટી સમાજના દીકરા-દીકરી ભણે છે તેમના માટે આવક મર્યાદા સાડા ચાર લાખ છે જ્યારે બિન અનામત માટે 6.50 લાખ છે
જણાવ્યું હતું કે રાજ્યમાં sc-st અત્યાચાર નિવારણ કમિટી બનાવી છે જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી છે પરંતુ છેલ્લા 20 મહિના થી પ્રગતિશીલ અને સંવેદનશીલ સરકાર આ સમિતિની એક બેઠક બોલાવી નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
