બોલિવૂડ/ પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ સાથે બીચ પર શેર કરી સિઝલિંગ તસવીર, જુઓ રોમેન્ટિક અંદાજ

ઓપ્રાહ વિનફ્રેને એક અદભૂત ઇન્ટરવ્યૂ આપ્યા પછી પ્રિયંકા ચોપડાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે અને રજાના દિવસે ચાહકોને ગુડ ફીલ કરાવ્યું છે. આ તસવીરમાં તે બીચ પર સનબાથ લઇ રહી છે. આ પ્રિયંકાની થ્રોબેક તસવીર છે. આ તસવીર સાથે તેણે મનમાં ચાલતી વસ્તુઓ પણ લખી છે. પ્રિયંકાની આ તસવીર બહામાસ […]

Entertainment

ઓપ્રાહ વિનફ્રેને એક અદભૂત ઇન્ટરવ્યૂ આપ્યા પછી પ્રિયંકા ચોપડાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે અને રજાના દિવસે ચાહકોને ગુડ ફીલ કરાવ્યું છે. આ તસવીરમાં તે બીચ પર સનબાથ લઇ રહી છે. આ પ્રિયંકાની થ્રોબેક તસવીર છે. આ તસવીર સાથે તેણે મનમાં ચાલતી વસ્તુઓ પણ લખી છે.

પ્રિયંકાની આ તસવીર બહામાસ વેકેશન દરમિયાનની છે. આ તસવીર શેર કરતા તેણે લખ્યું, “હું આઇલેન્ડમાં નાવ ચલાવવાનું સપનું જોઉં છું … મારા પતિ નિક જોનાસ સાથે …” તેણે હેશટેગ થ્રોબેક 2019 લખ્યું અને સાથે હાર્ટ ઇમોજી શેર કરી છે. એટલે કે આ તસવીર વર્ષ 2019ની છે.


આ તસવીરમાં જોઈ શકાય છે કે પ્રિયંકા ચોપડા બીચના કિનારા વચ્ચે રાખેલી બીન બેગ પર આરામ કરી રહી છે. તેના પતિ સાથે એન્જોય કરતી નજર આવી રહી છે. પ્રિયંકાની આ તસવીર ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. ચાહકો આ અંગે ટિપ્પણી કરી રહ્યા છે અને તેમની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

بريانكا شوبرا تشعل مواقع التواصل بصور رومانسية مع زوجها بأحد الشواطئ - عين

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા ‘અનફિનિશ્ડ’ ને લઇને ચર્ચામાં છે. આ દરમિયાન તેણીએ તેના પુસ્તકના કેટલાક મહત્વપૂર્ણ ભાગો વિશે ઓપ્રાહ વિનફ્રેને ઇન્ટરવ્યૂ આપ્યો છે. પ્રિયંકાએ તેના અંગત જીવન વિશે વાત કરી અને ધર્મ, સેક્યુલરિઝમ અને અલગ-અલગ સંસ્કૃતિમાંથી આવતા બાળકો અને તેના પરના તેમના પ્રભાવ વિશે મંતવ્યો આપ્યા ..

આ અંગે પ્રતિક્રિયા આપતા પ્રિયંકા ચોપડાએ કહ્યું કે, “મને લાગે છે કે ભારતમાં તે બહુ મુશ્કેલ નથી, તમે સાચા છો. આપણા દેશમાં પણ ઘણા પ્રકારના ધર્મો છે.”