Not Set/ હોળી-ધૂળેટીના તહેવારોમાં વીરપુરનું જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે 27મીથી ચાર દિવસ રહેશે બંધ

કોરોના સંદર્ભમાં સ્થિતિ એક વર્ષ પહેલા હતી તેનું જાણે પુનરાવર્તન થઇ રહ્યું છે. ફરી એક વખતવર્તમાન સમયમાં ખુબ જ ગંભીર રીતે ચાલી રહેલા કોરોના મહામારીના ફેલાવાને ધ્યાને રાખીને જલિયાણધામ વિરપુર તા. 27 માર્ચ થી ૩૦ માર્ચ 2021 સુધી

Top Stories Gujarat

કોરોના સંદર્ભમાં સ્થિતિ એક વર્ષ પહેલા હતી તેનું જાણે પુનરાવર્તન થઇ રહ્યું છે. ફરી એક વખતવર્તમાન સમયમાં ખુબ જ ગંભીર રીતે ચાલી રહેલા કોરોના મહામારીના ફેલાવાને ધ્યાને રાખીને જલિયાણધામ વિરપુર તા. 27 માર્ચ થી ૩૦ માર્ચ 2021 સુધી મુલાકાતીઓ, દર્શનાર્થીઓ, અતિથિઓ માટે બંધ રહેશે.આગામી હોળી – ધુળેટીના તહેવાર પર ત્રણ દિવસ સુધી વિરપુરનું જલારામ મંદિર અતિથિ અને મુલાકાતીઓ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

કોરોનાના કપરા કાળમાં ભીડ એકત્રિત થવાના કારણે તંત્રમાં વધવાનો ખતરો રહેલો છે તેને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળો પર લોકોની ભીડ એકઠી ન થાય, દુકાનો-સ્ટોર પર લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક પહેરે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.મંદિરોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ અને પૂજા કરતી વખતે અમુક શરતો સાથે દર્શનાર્થીઓને છૂટછાંટ અપાઈ છે.

110 જલારામ બાપા ideas in 2021 | jalaram bapa, jalaram bapa photo, jay jalaram

કોરોનાની સ્થિતિ સુધારવાના બદલે વધુ બગડી રહી છે. દરરોજ નવા કેસમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે.  રાજ્યમાં કોરોનાના નવા 1730 કેસ નોંધાયા છે. કુલ સંક્રમિતોનો આંક વધીને 2.90લાખને પાર થઈ છે. આ પહેલા ગત વર્ષે તા. 30/8/2020 થી 1/10/2020 સુધી એક માસ માટે મંદિર બંધ રાખવા વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપા જયસુખરામબાપા ચાંદ્રાણીએ જાહેરાત કરી હતી. ઉપરાંત ગત જન્માષ્ટમીના તહેવારો પર મંદિરમાં ભીડ એકઠી ન થાય તે માટે 12 દિવસ મંદિર બંધ રહ્યું હતું. ત્યારે ફરી એક વાર તકેદારીના ભાગરૂપે મંદિર ભાવિકો માટે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

Shri Jalarambapa Temple in Virpur Near Rajkot Gujarat India

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…