News/ મહારાષ્ટ્ર કોરોના રસી લગાવવામાં પણ પ્રથમ સ્થાને

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે.ત્યારે તેના પર નિયંત્રણ કરવાનો ઉપાય પણ ઝડપથી વધી રહ્યો છે. દેશના પાંચ રાજ્યોમાં સાૈથી વધારે એટલે કે કોરોનાની રસી લગાવવામાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને આવે છે.  ગુરૃવાર સુધી મહારાષ્ટ્ર રાજયમાં  પચાસ લાખ કરતા પણ વધારે લોકોને કોરોના  રસી મુકવામાં આવી ચુકી હતી. આટલા લોકોને રસી મુકવામાં દેશનું આ પ્રથમ […]

India

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે.ત્યારે તેના પર નિયંત્રણ કરવાનો ઉપાય પણ ઝડપથી વધી રહ્યો છે. દેશના પાંચ રાજ્યોમાં સાૈથી વધારે એટલે કે કોરોનાની રસી લગાવવામાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને આવે છે.  ગુરૃવાર સુધી મહારાષ્ટ્ર રાજયમાં  પચાસ લાખ કરતા પણ વધારે લોકોને કોરોના  રસી મુકવામાં આવી ચુકી હતી. આટલા લોકોને રસી મુકવામાં દેશનું આ પ્રથમ રાજ્ય છે.કોરોનાએ દેશમાં ફરી એકવાર પોતાનો કહેર વરસાવાનો શરૃ કર્યો છે. પરંતુ આ વખતે સરકારની સાથે લોકો પણ જાગૃત બન્યા છે.

 

આરોગ્ય વિભાગ કહે છે…

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસએ જણાવ્યુ હતુ કે, દેશમાં સાૈથી વધારે રસી મુકનારા પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર સાૈથી પ્રથમ છે. રાજ્યમાં 6 લાખ 72 હજાર 128 લોગોને રસીનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.  અત્યાર સુધીમાં પચાસ લાખ 14 હજાર 774 લોકોને રસી આપવામાં આવી છે.

સમગ્ર દેશમાં કરોડોને લાગી રસી

કોરોનાના કહેેરે માઝા મુકી છે. તો સરકારે પણ કમર કસી છે. ડોક્ટરો , નર્સિંગ સ્ટાફ રાત દિવસ જોયા વગર રાત દિવસ લોકોને રસી મુકવામાં લાગી ગયા છે. જેના કારણે અત્યાર સુધીમાં દેશમાં સેકન્ડ ટાઇમમાં દેશમાં 5.31 કરોડ લોકોને વેક્સીન મુકવામાં આવી છે. અત્યાર સુધીમાં પાંચ કરોડ 31 લાખ 45 હજાર 709 લોકો રસી લઇ ચુક્યા છે.

રસી કરણમાં મહત્વના પાંચ રાજ્યો છે

  • મહારાષ્ટ્રમાં 50,14,774 લોકોને વેક્સીન લગાવવામાં આવી
  • રાજસ્થાનમાં અત્યાર સુધી 47 લાખ 56 હજાર 799 લોકોને રસી મુકવામાં આવી
  • ગુજરાતમાં 43 લાખ 81 હજાર 814 લોકોને આપવામાં આવી
  • પશ્મિ બંગાળમાં 42 લાખ 50 હજાર 140
  • અને દિલ્લીમાં 10,94,429 લોકોએ રસી લીધી

મહારાષ્ટ્રમાં નવા સંક્રમિત

સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર રસી કરણમાં પ્રથમ ક્રમાંક છે તો સાથે જ નવા સંક્રમિતની સંખ્યા પણ વધી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થય વિભાગની આંકડાકીય માહિતી પર નજર નાંખીએ તો  મહારાષ્ટ્રમાં બુધવારે 31,885 કોરોનાના નવા કેસ આવ્યા છે. જેમાં 15098ને ડિસ્ચાર્જ કર્યા અને 95 લોકોનું મૃત્યુ થયુ છે.  સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્નાટક, છત્તીસગઢ, અને ગુજરાતમાં 7744 એટલે કે  સાૈથી વધારે સંક્રમિત જોવા મળે છે.