રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસ નવા રેકોર્ડ બની રહ્યો છે છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આ મુદ્દે ગંભીર હોય એવું દેખાતું નથી.અમદાવાદમાં કોરોના વિસ્ફોટ છતાં AMC અને પોલીસ અધિકારીઓએ આડકતરી રીતે જીમ ખોલવા મંજૂરી આપી દીધી હતી. આજથી અમદાવાદ શહેરના મોટાભાગના જીમ ખુલી ગયા હતા. હવે કેટલાય શહેરીજનો કહી રહ્યાં છે કે, જો જીમ ખુલી શકે તો મોર્નીગ વોક માટે ગાર્ડન કેમ ન ખુલે ?
આપને જણાવી દઈએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 17મી માર્ચના રોજ અમદાવાદ શહેરના ક્લબ અને તમામ જીમ બંધ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી જીમ બંધ રાખવા હુકમ કર્યો હતો. બીજી તરફ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આવતા તમામ જીમ ફરી ખુલી ગયા છે. પરંતુ ઘડાઘડ જિમના દરવાજા શરૂ થઈ રહ્યાં છે. બે દિવસથી અમદાવાદમાં જીમ ખોલવા મામલે ભારે અસમંજસ જોવા મળી હતી. પોલીસ કમિશનરને આદેશને આધાર બનાવી સંચાલકોએ જીમ ખોલ્યા છે. પરંતુ આ વચ્ચે એએમસીનું મોટુ નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો :સગીર પ્રેમીકા પર શંકા રાખી ગળુ દબાવી મોતનો ઘાટ ઉતારી, તળાવમાં લાશ ફેંકી પહોંચ્યો પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેરમાં ખૂલી રહેલા જીમ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરાઈ કે, અમે જીમ ખોલવા માટેનો કોઈ જ આદેશ આપ્યો નથી. વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું કે, અમદાવાદમાં જીમ બંધ રાખવાનો આદેશ યથાવત જ છે. નવો આદેશ ન થાય ત્યાં સુધી કોઈપણ જીમનેશયમ ખોલી નહિ શકાય. આવી સ્થિતિમાં જીમ ખુલ્લા નજરે પડશે તો મોટી કાર્યવાહી થશે.
આ પણ વાંચો :PM મોદીએ કર્યુ ટ્વિટ કરી ગુડફ્રાઇડેની પાઠવી શુભેચ્છા, ઈસુ ખ્રિસ્તના સંઘર્ષને કર્યા યાદ
મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં ચૂંટણી વખતે કોરોનાના કેસ વધ્યા હતા પછી ભારત- ઇંગ્લેન્ડની ક્રિકેટ સિરીઝ કારણે કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવા મળી હતી. સતત કેસમાં વધારો જોવા મળ્યો હતો તે વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરના તમામ જીમ બંધ કરવાનો આદેશ કર્યો હતો અને નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી જીમ બંધ રાખવા હુકમ કર્યો હતો. બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને રાત્રે 9 થી 6:00 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દીધો હતો.
આ પણ વાંચો :અમિતાભ બચ્ચને પરિવાર સાથે મુકવી કોરોના રસી, પોસ્ટ શેર કરી અભિષેક વિશે કહ્યું આવું…
આ કર્ફ્યુ ની મુદત 31 મી માર્ચ 2020 ના રોજ પૂર્ણ થતી હતી એટલે પોલીસ કમિશનરે તાજેતરમાં ફરી જાહેરનામુ બહાર પાડીને કરફ્યુની મુદતને વધારી હતી પણ અમદાવાદ મ્યુનિ. કૉર્પોરેશન દ્વારા જીમ બંધ રાખવા અંગે કોઇ પણ પ્રકારની સૂચના આપી નથી. જેથી આજથી અમદાવાદ શહેરના મોટાભાગના ધમધમતા થઈ ગયા છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જણાવી રહ્યા છે કે અમે જીમ ખોલવા અંગે કે બંધ કરવા અંગે કોઈ આદેશ આપ્યો નથી.
