Not Set/ ભરૂચ જિલ્લાના રાનીપુરા ગામમાં મૃત દીપડો દેખાતા તંત્ર થયું દોડતું

રાજ્યમાં દીપડા દેખાવવાનાં કિસ્સામાં એકાએક ઉછાળો આવ્યો છે. જંગલ વિસ્તારમાંથી બહાર નીકળીને શહેરી વિસ્તારોમાં હવે દીપડાઓ પ્રવેશતા થતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. અમદાવાદના એસજી હાઇવે પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ અમદાવાદના રામોલ વસ્ત્રાલ વિસ્તારમાં પણ દીપડો દેખાયાની વાત સામે આવી હતી.આ બનાવની શાહી હજી સુખાઈ નથીને ત્યાં વધુ […]

Gujarat

રાજ્યમાં દીપડા દેખાવવાનાં કિસ્સામાં એકાએક ઉછાળો આવ્યો છે. જંગલ વિસ્તારમાંથી બહાર નીકળીને શહેરી વિસ્તારોમાં હવે દીપડાઓ પ્રવેશતા થતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

અમદાવાદના એસજી હાઇવે પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ અમદાવાદના રામોલ વસ્ત્રાલ વિસ્તારમાં પણ દીપડો દેખાયાની વાત સામે આવી હતી.આ બનાવની શાહી હજી સુખાઈ નથીને ત્યાં વધુ એક બનાવ અંગની વિગતો સામને આવી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસેના રાણીપુરાના ગામની સીમમાંથી મૃત દીપડો મળી આવતા લોકોમાં ભારે કુતુહુલતા ફેલાઈ ગઈ છે. ઝઘડિયા વનવિભાગે મૃત દીપડાના મૃતદેહનો કબ્જો મેળવીને તેનો કાયદાકીય રીતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પીએમ બાદ મોતનું ખરું કારણ શોધવાની વન વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.