Not Set/ SARS-COV-2નું નવુ વેરીઅંટ શરીર પર હૂમલો કરવામાં ખુબ જ સ્માર્ટ

વાયરસ અને અન્ય પેથોજેંસને પ્રકૃતિ સાથે મ્યુટેટ કરવા અને અલગ કરવા માટે જાણીતા છે. WHO પ્રમાણે તે પોતાની પ્રતિકૃતિ બનાવે છે કે પછી તે પોતાની કેટલીય કોપીઓ બનાવે છે. જે સામાન્ય વાત છે. અને આ બદલાવને મ્યુટેશન કહેવામાં આવે છે. કોઇ વાયરસના એક કે તેનાથી વધારે મ્યુટેશન્સને અસલી વાયરસનું વેરીઅંટ કહેવામાં આવે છે. જે હાલમાં […]

Mantavya Exclusive India

વાયરસ અને અન્ય પેથોજેંસને પ્રકૃતિ સાથે મ્યુટેટ કરવા અને અલગ કરવા માટે જાણીતા છે. WHO પ્રમાણે તે પોતાની પ્રતિકૃતિ બનાવે છે કે પછી તે પોતાની કેટલીય કોપીઓ બનાવે છે. જે સામાન્ય વાત છે. અને આ બદલાવને મ્યુટેશન કહેવામાં આવે છે. કોઇ વાયરસના એક કે તેનાથી વધારે મ્યુટેશન્સને અસલી વાયરસનું વેરીઅંટ કહેવામાં આવે છે. જે હાલમાં કોરોનામાં જોવા મળી રહ્યુ છે. હવે તમે એ પણ સમજી લો કે જૂન અને નવા સ્ટ્રેનમાં અંતર શું છે. ? તે પણ જાણી લો.

માનવામાં આવી રહયુ છે કે ભારતમાં કોરોના વાયરસનું ડબલ મ્યુટેશન થયુ છે. મ્યુટેશન્સમાં જીનોમિક સિક્વેનસિંગ પણ હોય છે. જે તેમને વધારે હેલ્ધી સેલ્સને પાર કરવાની પરવાનગી આપે છે. ભારતમાં સૌથી વધારે જોખમવાળા કોરોના વાયરસના ત્રણ મુખ્ય કોરોના વેરીઅંટ છે. જે અસલી કોરોના વાયરસ સ્ટ્રેનના ત્રણ અલગ અલગ રૂપ છે. અને તે ત્રણેય જોખમી છે જેમ કે યુકેનો(B।1।1।7) દક્ષિણ આફ્રીકાનો(B।1।351) અને બ્રાઝિલનો( B।1।1।28।1 or P।1)

એક ડબલ મ્યુટેશન ત્યારે સામે આવે છે. જ્યારે એક વાયરસ સ્ટ્રેનના બે મ્યુટેશન મળીને ત્રીજા સુપર સંક્રમિત સ્ટ્રેનને બનાવે છે. ડબલ મ્યુટેંટ વેરીઅંટ જે સૌથી પહેલાં મહારાષ્ટ્ર રાજ્યમાં ઓળખવામાં આવ્યું તેને E484Q અને L452R મ્યુટેશન્સની વચ્ચે ક્રોસ માનવામાં આવે છે. જ્યારે E484Q મ્યુટેશન ઘરેલું છે. અને L452Rને અમેરીકાથી આવ્યુ હોવાનું માનવામાં આવી રહયુ છે. કોવિડ-૧૯ના લીધે થતા વાયરસના સંકેતો અને લક્ષણોમાં ખાંસી, તાવ દુખાવો અને મુખ્ય રીતે સુગંધ ગાયબ થઇ જવાનું સામેલ છે. જો કે નવા મ્યુટેશન્સ પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે તેમાં કેટલાય લોકોને આશંકા છે કે વાયરસ શરીર પર હૂમલો કરવામાં પહેલાં કરતાં વધારે સ્માર્ટ બની ગયો છે.

કેટલાક રીસર્ચમાં એવું પણ સામે આવ્યુ છે કે વાયરસ ઝડપથી કેટલાક વાઇટલ ઓર્ગેન્સની સાથે ઇમ્યુન ડિફેન્સથી બચી શકે છે. અને વધારે ઘાતક રીતે શરીર પર હૂમલો કરી શકે છે. અસલી સ્ટ્રેનની સાથે તાવ જરૂરી ન હતો. પણ નવા મ્યુટેશન માટે પોઝીટીવ ટેસ્ટ કરવામાં આવેલા લક્ષણો વધારે ગંભીર છે. કેટલાક બીજા લક્ષણો જેમકે સાંભળવામાં મુશ્કેલી.,માંસપેશીઓમાં દુખાવો, સ્કીન ઇન્ફેક્શન,અને બરાબર ન દેખાવું તે નવા સ્ટ્રેન સાથે સામાન્ય છે. અને તે ગંભીર પણ છે.

તો ડબલ મ્યુટેંટ વાયરસ પર વૈજ્ઞાનિકોનું રીસર્ચ હજુ ચાલી રહ્યુ છે. તેમ છતાં કેટલાક લોકોનું માનવુ છે કે તે યુકે વેરઅંટની સરખામણીમાં વધારે સંક્રાત્મક હોવાની આશંકા છે. તેના લક્ષણો વધારે ગંભીર છે કે નહી તે પણ અનિશ્ચિતતા છે. માસ્ક પહેરવો અને સાવધાન રહેવું જ એક માત્ર સુરક્ષિત રહેવાનો ઉપાય છે. સંક્રાત્મક થવાનો મતલબ પૈથોજેનનું ઇન્ફેક્શન કે લક્ષણ પેદા કરવાથી છે જ્યારે ટ્રાંસમિશનનો મતલબ એવો છે કે એક સંક્રમિત વ્યક્તિ કેટલી આસાનીથી ઇન્ફેક્શન બીજામાં ફેલાવી શકે છે.

SARS-COV-2 વાયરસને ઘણો જ સંક્રાત્મક માનવામાં આવે છે. ફરીથી આવવું અને હાઇ પોઝીટીવિટી રેટને જોઇને તે સમયે એવું અનુમાન લગાવવામાં આવ્યુ છે કે વાયરસનો નવો વેરીઅંટ વધારે સંક્રાત્મક છે. અને કેટલાય પ્રકારના લક્ષણો પેદા કરી શકે છે. ફરીથી કેટલાક રીસર્ચરો કહી રહયા છે કે મ્યુટેશન્સ વધારે ગંભીર કારણ નથી બની શકતા. પણ સંશોધકો મુજબ તેમાંથી કેટલાક મ્યુટેશન્સ કોરોના વાયરસને એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ફેલાવવામાં સક્ષમ હોય છે. વધારે સંક્રમણના પરિણામ સ્વરૂપ વધારે લોકો તેનાથી બિમાર થઇ શકે છે. અથવા તેમનું મૃત્યુ પણ થઇ શકે છે. તેવામાં વૈજ્ઞાનિકોની સાથે નવા સ્ટ્રેન અને મ્યુટેશન્સના પ્રભાવને વધારે સારી રીતે શોધવા અને ટ્રાંસમિશનની ક્ષમતાને સમજવા વૈજ્ઞાનિકો કસરત કરી રહયા છે.

SARS-COV-2નું નવુ વેરીઅંટ ઘણા કિસ્સાઓમાં ખુબ જ સ્માર્ટ છે. કારણ કે ઇમ્યુન ડિફેનસ અને એન્ટિબોડીને પાર કરવામાં તેમની પકડ ખુબ સારી છે. અને એટલા માટે માનવામાં આવે છે કે ભવિષ્યમાં ઇન્ફેક્શનથી સુરક્ષા માટે પ્રાકૃતિક એન્ટિબોડીઝ સંપુર્ણ રીતે કામ નથી કરતાં જો તમે નવા વેરીઅંટના સંપર્કમાં આવ્યા છો તો. જો કે વાયરસનું કેંટ વેરીઅંટ ખાસ કરીને રી-ઇન્ફેક્શનના જોખમને વધારવા માટે ચર્ચામાં રહયુ છે. નવું રીસર્ચ પણ એ બતાવે છે કે કોમોરબિટીઝની સાથે વરિષ્ઠ નાગરિકો જેમની ઉંમર પપ વર્ષથી વધારે છે તેમને વાયરસનું ઇન્ફેક્શન ફરીથી થવાનો ખતરો છે.

ભારતમાં ડબલ મ્યુટેશનના લોકો બીજા પોઝીટીવ થવાની સંખ્યા વધી રહી છે. તેના પર હજુ રીસર્ચ થવાનું બાકી છે. જો કે ઓછુ થતું ઇમ્યુન એવા લોકો માટે હોઇ શકે છે જેમને પહેલાંથી કોઇ બિમારીઓ છે. શરીર માટે ડબલ ઇમ્યુન એક કઠોર મોરચો ખોલી શકે છે.ઓછી અને કમજોર ઇમ્યુનિટી સંક્રમિત પૈથોજેંસને બોડી પર એટેકે કરવા માટે આસાન બનાવે છે અને સમસ્યાઓ ઉભી કરે છે..