ચુકાદો/ કારમાં એકલા હશો તો પણ માસ્ક અનિવાર્ય

માસ્કએ કોવિડથી બચવા માટેનું સુરક્ષા કવચ છે

India

દેશમાં કોરોના વિસ્ફોટ સ્થિતિ સર્જાઇ છે. દરેક રાજ્યમાં કોરોના સંક્રમણ કેસો ખુબ ઝડપથી વધી રહ્યા. દિલ્હી, ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર ,સહિત અનેક રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયજનક છે, આ સ્થિતિને ધ્યાનમાં લઇને સરકારે કોવિડ માટે સખત ગાઇડલાઇન સાથે વીકેન્ડ લોકડાઉન પણ અમલી બનાવ્યાં.

દિલ્હી હાઇકોર્ટના જજ પ્રતિભા એમ.સિંહે એક અરજીને ખારિજ કરતાં ચૂકાદો આપ્યો હતો

દિલ્હીમાં કોરોનાના સંક્રમણના કેસો વધતા દિલ્હી હાઇકોર્ટે આજે મહત્વનો આદેશ આપ્યો હતો, કે એકલા કાર ચલાવી રહેલા વ્યક્તિને પણ માસ્ક પહેરવું અનિવાર્ય છે. માસ્ક એ કોરોનાથી બચાવવા માટે સુરક્ષા કવર છે.

દિલ્હી હાઇકોર્ટના જજ પ્રતિભા એમ.સિંહે એક અરજીને ખારિજ કરતાં ચૂકાદો આપ્યો હતો, કે એકલી વ્યક્તિ કાર ચલાવતી હશે તો પણ માસ્ક તેના માટે અનિવાર્ય છે. માસ્કએ કોવિડથી બચવા માટેનું સુરક્ષા કવચ છે.

કોરોનાની મહામારીમાં ઘણાબધા પ્રશ્નો ઉદભવ્યા છે. વ્યકતિએ વેકસીન લગાવી હોય કે ના હોય પરતું માસ્ક જરૃરી છે

અદાલતે કહ્યું કે વૈજ્ઞાનીક અને વિદેશની સરકારો પણ માસ્ક પહેરવાની સલાહ આપે છે. કોરોનાની મહામારીમાં ઘણાબધા પ્રશ્નો ઉદભવ્યા છે. વ્યકતિએ વેકસીન લગાવી હોય કે ના હોય પરતું માસ્ક જરૃરી છે. કારને પણ જાહેર સ્પોટ માનવામાં આવશે, તેથી માસ્ક અનિવાર્ય છે.

આ અરજીનો ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને આ અરજીને ખારિજ કરવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે કારમાં એકલા બેઠેલા વ્યક્તિ માસ્ક  ના પહેરે એ અનુંસધાનમાં કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીનો ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને આ અરજીને ખારિજ કરવામાં આવી હતી.