વિસ્ફોટ/ રાજસ્થાનમાં કોરોના વિસ્ફોટ નવા પાંચ હજાર કેસ,28નાં મોત

એક જ દિવસમાં પાંચ હજારથી વધુ કેસો નોંધાતાં રાજસ્થાન સરકારની ચિંતા વધી

India

દેશમાં કોરોનાની ભયંકર વેવ ચાલી રહી છે. કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન દરેક રાજયમાં વધી રહ્યા છે. હવે  રાજસ્થાનમાં પણ કોરોનાએ માઝા મૂકી છે. ત્યાં સંક્રમણના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે. આજની જ વાત કરીએ તો રાજસ્થાનમાં  નવા પાંચ હજાર કેસો નોંધાયા છે, અને 28નાં મોત નીપજ્યાં છે.

કોરોનાની વિસ્ફોટ સ્થિતિ બની રહી છે. ત્યારે હવે  રાજસ્થાનમાં પણ નવી ગાઇડલાઇન મુજબ સખ્ત નિયમો  અમલી બનાવવામાં આવ્યા છે. પરંતુ નવા નિયમો બનાવ્યા  છતા પણ કોરોનાના સંક્રમણના કેસો વધી રહ્યા છે, જેના કારણે આજે પાંચ હજાર નવો કેસો નોંધાયા છે અને 28 લોકોના મોત નિપજ્યાં છે.

કોરોનાની બીજી લહેરમાં દરેક રાજ્યો ઝઝુમી રહ્યાં છે .એક જ દિવસમાં પાંચ હજારથી વધુ કેસો નોંધાતાં રાજસ્થાન સરકારની ચિંતા વધી છે. ગહેલોત સરકારે કોરોનાને કાબુમાં લેવા માટે નિંયંત્રણો લગાવ્યા છે. પરંતુ કોરોના બેકાબુ બન્યો છે. આજે 28ના મુત્યુ થયા છે.