ઉત્તરાખંડ હાઇકોર્ટે એક મહત્વના વિષય ઉપર પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. જેમાં જેલ અધિરક્ષકની સત્તા અને તેની લાયકાત વિષે હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ઉલ્લેખ્યું છે.
ઉતરાખંડ હાઈકોર્ટે કેદીઓના અધિકાર અંતર્ગત એક મહત્વના ફેસલામાં જણાવ્યું હતું કે પોલીસકર્મીઓને જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે નિયુક્ત ન કરી શકાય. મુખ્ય ન્યાયાધીશ રાઘવેન્દ્રસિંહ ચૌહાણ અને ન્યાયમૂર્તિ આલોકકુમાર વર્માની ખંડપીઠે કહ્યું હતું કે આપણે કેદીઓના સુધાર અને પુનર્વાસના યુગમાં આવી ગયા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસનો ઉદેશ જેલ અધ્યક્ષથી ખૂબ જ અલગ હોય છે અને સ્વભાવના રૂપમાં લેમની તાલીમ અને માનસ પણ અલગ છે એટલે પોલીસકર્મીને જેલના અધ્યક્ષ તરીકે નિયુક્ત ન કરી શકાય. કોર્ટે જણાવ્યું હતું કે પોલીસનો ઉદેશ સુધારો કરવો કે પુનર્વાસ કરવાનો નથી બલ્કે અપરાધને રોકવાનો છે અને અપરાધીને દંડિત કરવાનો છે.
