રિપોર્ટ/ કોરોના લક્ષણો હોવા છતાં RT-PCR રિર્પોટ નેગેટીવ

નેગેટીવ હોવા છતાં પણ કોરોના હાેઇ શકે છે

Gujarat

કોરોનાના સૂનામીએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે. કોરોના મહામારી માટે રોજ અવનવાં ખુલાસાઓ થઇ રહ્યા છે.કોરોનાનો સૌથી વિશ્વસનીય રીર્પોટ આરટી-પીસીઆર માનવામાં આવે છે તે છંતા પણ 32 ટકા કિસ્સામાં આ રિર્પોટ નેગેટિવ આવે છે.

કોરોના સંક્રમણ વધતાં ટેસ્ટીંગ માટે એન્ટિજન ટેસ્ટીંગ અથવા આરટી-પીસીઆર ટેસ્ટીંગ કરવામાં આવતું હોય છે.આ રિપોર્ટ પણ નેગેટીવ હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે નિષ્ણાતોના મતે 32 ટકા કિસ્સામાં કોરોનાના લક્ષણો હોવા છંતા પણ રિર્પોટ નેગેટીવ આવે છે.

કોરોનાના  કરાયેલા બન્ને રિર્પોટ નેગેટીવ આવે ત્યારે સિટીસ્કેનના માધ્યમથી જાણી શકાય છે તેમાં 97 ટકા રિપોર્ટ સાચા હોય છે. જાે તમને કોરોના લક્ષણો હોય અને તમારો કોરોના રિર્પોટ નેગેટીવ આવે તો તમારે સત્વરે સિટીસ્કેન કરાવી લેવું જોઇએ, જેનાથી સાચુ પરિણામ મળી શકે છે.ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે.રાજ્ય સરકાર સિટીસ્કેનના ભાવ પણ 3000 હજાર કરી દીધા છ.