લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ અનુપમા આજકાલ લોકોની ચર્ચાનું કેન્દ્રબિંદુ બની ચૂકી છે. તેનું મુખ્ય કારણ છે કે હાલમાં આ શોમાં એક પછી એક આવતા ટ્વિસ્ટ્સે ચાહકોના મનમાં અનેક સવાલો ઉભા કર્યા છે. રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે અભિનીત સિરિયલના આગામી ટ્રેક વિશે ઘણા બધા સમાચાર મળી રહ્યા છે.તેનું મુખ્ય કારણ એ છે કે આ શું મહત્વપૂર્ણ પાત્ર કહી શકાય કે અનુભવવાના પતિ તરીકેનું પાત્ર ભજવી રહેલ સુધાંશુ પાંડે પત્ર મૂકી અને ગાયબ થયેલા જોવા મળી રહ્યા છે.

વનરાજના ચાહકોમાં ચિંતા
વનરાજ ફરી એક વખત જવાબદારીમાંથી ભાગતો હોય તેવું ફિલ્માંકન કરવામાં આવ્યું છે.ત્યારે તેની વચ્ચે સામે આવી રહેલી માહિતી મુજબ, આ સિરિયલમાં સુધાંશુ પાંડેનો રોલ ‘વનરાજ’ સ્યુસાઈટ કરી લેશે, જે આ શો માં સુધાંશુપાંડે વનરાજ ના મુખ્ય પાત્ર ની ભૂમિકા ભજવી રહ્યા છે છે. આવી સ્થિતિમાં હવે સુધાંશુ પાંડેના ચાહકો ચિંતિત છે કે રાજન શાહીના આ શોમાંથી અભિનેતાને છૂટા કરવામાં આવશે કે કેમ. ચાહકો સતત સોશિયલ મીડિયા દ્વારા પૂછતા હોય છે કે શું હવે ‘વનરાજ’ શોમાં પાછા નહીં આવે?

શું કહ્યું વનરાજે તેના ચાહકોને
તેમના આ ચાહકોની સમસ્યા ‘વનરાજ’ એટલે કે સુધાંશુ પાંડે દ્વારા દૂર કરવામાં આવી છે. સુધાંશુ પાંડે સામે આવીને મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને સુધાંશુ પાંડેએ સ્પષ્ટ કરી દીધું છે કે ચાહકો વિચારે છે એવું બિલકુલ નથી. એટલે કે, તેઓ આ શોનો એક ભાગ રહેશે અને ક્યાંય જવાના નથી.
https://www.instagram.com/tv/CN2oANUpOLZ/?utm_source=ig_web_copy_link
વધતા કોરોના સંક્રમણની અસર ‘અનુપમા’ના જવાના સેટ પર પણ જોવા મળી હતી. કેટલાક સ્ટાર્સ કોરોના સંક્રમિત થયા હતા. શોની લીડ રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે પણ કોરોના સંક્રમિત થયા હતા. આ સાથે, કુલ 8 લોકો કોરોના સંક્રમિત થયા હતા. રૂપાલી ગાંગુલી હવે કોરોના નેગેટિવ આવી છે. તે જ સમયે, અન્ય લોકો પણ સ્વસ્થ થઈ રહ્યા છે. આ સાથે મુંબઈમાં લોકડાઉન થવાને કારણે શોનું શૂટિંગ થોડા દિવસોથી અટકી ગયું છે.

