Not Set/ નવરાત્રીના આઠમાં નોરતે કરો માં મહાગૌરીની પૂજા

નવરાત્રીના આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગાનું આ સ્વરૂપ અત્યંત શ્વેત છે. તેમના વસ્ત્ર અને આભૂષણ પણ સફેદ છે. તેમની ચાર ભુજાઓ છે, જયારે મહાગૌરીનું વાહન બળદ છે. દેવીના જમણી તરફ ઉપરવાળા હાથમાં અભય મુદ્રા અને નીચેવાળા હાથમાં ત્રિશુળ છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં ડમરું અને નીચેવાળા હાથમાં વર મુદ્રા છે. […]

Uncategorized

નવરાત્રીના આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગાનું આ સ્વરૂપ અત્યંત શ્વેત છે. તેમના વસ્ત્ર અને આભૂષણ પણ સફેદ છે. તેમની ચાર ભુજાઓ છે, જયારે મહાગૌરીનું વાહન બળદ છે. દેવીના જમણી તરફ ઉપરવાળા હાથમાં અભય મુદ્રા અને નીચેવાળા હાથમાં ત્રિશુળ છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં ડમરું અને નીચેવાળા હાથમાં વર મુદ્રા છે.

નવરાત્રીના આઠમાં દિવસનું અનેરું મહત્વ હોય છે. આ દિવસને માં દુર્ગાના વિવિધ શક્તિપીઠો ખાતે માતાજીના દર્શન માટે ભક્ત મહેરામણ ઉમટી પડતો હોય છે. અને માતાજીને સાડી, બંગડી, ચાંલ્લા સહિતના શણગાર ધરાવે છે તથા આરતી અને પ્રસાદ કરીને ધન્યતા અનુભવે છે.

માં મહાગૌરીને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જપ કરવો જોઈએ.

श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः |

महागौरी शुभं दद्यान्त्र महादेव प्रमोददा ||

માં મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તો માટે કલ્યાણકારી છે. આપણે હંમેશાં તેમનું ધ્યાન ધરવું જોઈએ. માતાની કૃપાથી અપાર સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશાં તેમના પાદચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.