Not Set/ પીપીઇ કીટ પહેરી યુવતીએ કોરોના સંક્રમિત યુવક સાથે લગ્ન કર્યા

કોરોના વોર્ડમાં દુલ્હને પીપીઇ કીટ પહેરીને  મેરેજ કર્યા

India

કોરોનાની સુનામીમાં સામાન્ય જીવન તણાઇ ગયુ છે. છતા લોકો મનોબળ મજબુત કરીને જીવી રહ્યા છે. આવો જ એક કિસ્સો કેરળના તીરૂવનંતમન પુરૂમમાં જોવા મળ્યો છે. જ્યાં મેડીકલ કોલેજના કોરોના વોર્ડમાં દુલ્હને પીપીઇ કીટ પહેરીને  મેરેજ કર્યા.

લગ્ન કરનાર યુવક શરત મોન અને યુવતિ અભિરામી આ બન્ને અલાપ્પૂજાના કેનાકારીના રહેવાશી છે. થોડા દિવસ પહેલા જ શરત મોન કોરોના પોઝીટીવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શરત વિદેશ રહેતો હતો અને લગ્ન અર્થે ભારચ આવ્યો હતો. લગ્નની ખરીદી સમયમાં તે કોરોના સંક્રમીત થયો હતો. તે નોર્મલ થાય તે પહેલા જ લગ્નની તારીખ આવી ગઇ. તેમના લગ્નની ડેટ 25 એપ્રીલ હતી અને બન્નેના પરીવારે લગ્ન ટાળવાની જગ્યાએ આજે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ અંગે કલેક્ટર અને અન્ય સંબધિત અધિકારીઓની મંજુરી માંગી અને બધુ રાબેતા મુજબ પાર પડતા. આજે બન્નેના લગ્ન સપંન્ન થયા છે. શરત અને અભિરામીના પરીવારના લોકો પણ આ લગ્નમાં પીપીઇ કીટ સાથે આર્શીવાદ આપવા હાજર રહ્યા હતા. સમયસર અને મુર્હત પ્રમાણે લગ્ન પુર્ણ થતા બન્ને પરીવારની સાથે વરવધુ પણ ઘણા ખુશ હતા. કદાચ આવો પ્રથમ કિસ્સો હશે કે પીપીઇ કીટ સાથે વધુ પોતાના વરની સાથે લગ્ન કરવા હોસ્પિટલ પહોંચી હોય.

કહેવાય છે કે જન્મ, મરણ અને લગ્નના લેખ છઠ્ઠીના દિવસે જ લખાઇ જાય  છે. આ વાત અહીં બિલકુલ સાર્થક થાય છે.