કોરોના વાયરસના સંક્રમણકાળમાં પરોપકાર માટે ચર્ચામાં આવેલા ફિલ્મ અભિનેતા સોનુ સૂદે 72 વર્ષના દર્દીને હોસ્પિટલમાં બેડ અપાવવામાં મદદ કરી છે. સોનુ સૂદે ટ્વિટર પર આ માહિતી આપી છે. ઈંદોરના સુદામા નગરની એક હોસ્પિટલમાં 72 વર્ષના પુરુષને હોસ્પિટલમાં બેડ અપાવવા માટે ટ્વિટર પર એક વ્યક્તિએ સૂદની મદદ માંગી હતી. આ વ્યક્તિએ ટ્વીટ કર્યું હતું કે ચેપગ્રસ્તનું ઓક્સિજન સ્તર 60 થી 65 ટકાની વચ્ચે રહે છે, જે 95 થી 100 ટકાના સામાન્ય સ્તર કરતા ઘણું ઓછું છે.
આના જવાબમાં 47 વર્ષીય અભિનેતાએ ટ્વીટ કર્યું, “એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે અને દર્દીને અરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.” અગાઉ, સોનુ સુદે 15 એપ્રિલે ઇન્દોરમાં સંક્રમિત 10 ઓક્સિજન જનરેટર મોકલ્યા હતા. આ મશીન આપમેળે હવામાંથી ઓક્સિજન અલગ કરી દે છે.
Had sent the ambulance and already got the patient admitted at Aurobindo hospital. ,🙏#drvinodbhandhari @SoodFoundation https://t.co/rauFDTtYJi
— sonu sood (@SonuSood) May 2, 2021
આ પણ વાંચો :કારગીલમાં આમિર ખાને ફિલ્મ લાલસિંહ ચડ્ડાની શૂટિંગ કરી શરુ
નોંધપાત્ર વાત એ છે કે, રાજ્યનો કોવિડ -19 નો સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો ઈન્દોર છે જ્યાં મહામારીની બીજી લહેરના જીવલેણ પ્રકોપને કારણે હોસ્પિટલોમાં બેડ અને તબીબી ઓક્સિજનની ભારે અછત છે.
આ પણ વાંચો :કોરોનાએ લીધું વધુ એક બોલીવૂડ સ્ટારનો ભોગ, ગીતા બહલે વેન્ટીલેટર પર તોડ્યો દમ
સરકારી આંકડા મુજબ, આશરે 3.5 મિલિયન વસ્તીવાળા જિલ્લામાં 24 માર્ચ, 2020 થી કોરોના વાયરસના ચેપના કુલ 1,14,493 દર્દીઓ મળી આવ્યા છે. તેમાંથી 1,155 લોકો સારવાર દરમિયાન મરી ચુક્યા છે.
આ પણ વાંચો :દિલીપકુમારને હોસ્પિટલમાં કરાયા દાખલ, પત્ની સાયરા બાનુ જણાવી કેવી છે તબિયત

