ચીનની પૉપુલર સ્માર્ટફોન કંપનીઓમાંથી એક Oppoએ પોતાના ફોન A53 5Gના ભાવ ઘટાડી દાધા છે. આ ફોનની કિંમતમાં સારો એવો કપાત કરવામાં આવ્યો છે. Oppo A53ને 12990 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યા હતા.
આ ફોન પર લગભગ 2500 રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે. તેના 6GB+128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 15,490 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોનને 12990 રૂપિયામાં ખરીદી શકાય છે. તેના 4GB રેમવાળા મૉડલ પર 2000 રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે.
સ્પેસિફિકેશન્સ
Oppo A53 5G સ્માર્ટફોનમાં 90HZ રિફ્રેશ રેટ અને 120Hz ટચ સેમ્પલિંગ રેટની સાથે 6.5-ઈંચ ફુલ-HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિઝૉલ્યૂશન 1,080×2,400 પિક્સલ છે. ફોન એન્ડ્રૉઈડ 10 બેસ્ડ ColorOS 7.2 પર કામ કરે છે. આ ફોન ઑક્ટા-કોર MediaTek Dimensity 720 પ્રોસેસરથી લેસ છે. ઓપ્પોના આ ફોનમાં 6GB સુધી રેમ અને 128GB સુધી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.
કેમેરા-બેટરી
ફોટોગ્રાફીની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઈમરી કેમેરા 16MPનો છે. જ્યારે 2MP મેક્રો કેમેરા અને 2MP પોટ્રેટ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 8MPનો કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 4,040mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપે છે.
કનેક્ટિવિટી ફીચર્સ
Oppo A53 5Gમાં કનેક્ટિવિટી માટે 5G, ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ, જીપીએસ, બ્લૂટૂથ 5.1, જીપીએસ અને 3.5MM હેડફોન જેક આપવામાં આવ્યો છે. ફોનનું વજન 175 ગ્રામ છે. તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યા છે.
