દ્વારકા ના જગત મંદિર ટ્રસ્ટ ના ભંડોળ માંથી જિલ્લા કલેકટર ને 21 લાખ નું અનુદાન જ્યારે સુદામા સેતુ સોસાયટીના ભંડોળ માંથી 11 લાખ નું અનુદાન અપાયું છે. કોરોના ની મહામારી માં પુરા દેશ માં સંકટ ઉભું થયું છે ત્યારે લોકો ને જરૂરી તબીબી અને અનુસંગિક સારવાર માટે સરકાર દ્વારા તમામ સહાય શરૂ કરાઇ છે. લોકો ની સેવા કરવા સેવાભાવી સંસ્થા અને લોકો સરકાર સાથે રહી બનતી સેવા કરે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. કોરોના ગ્રસ્ત દર્દીઓની જરૂરી સારવાર માટે જરૂરી સહાય પુરી પાડવા અને આર્થિક જરૂરીયાત ને ધ્યાને લઇ લોકો ને મદદરૂપ થવાના આશય સાથે દાન અપાયું છે.
જગત મંદિર 15 મેં સુધી બંધ
અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા – યાત્રાધામ દ્વારકા નું જગત મંદિર આગામી 15 મેં સુધી બંધ છે. કોરોના ના કહેર વચ્ચે ભગવાન શ્રી દ્વારકાધીશ ના દર્શન ઓનલાઈન કરવા તંત્ર ની અપીલ કરવામાં આવી છે. 12 એપ્રિલ થી30 એપ્રિલ સુધી દ્વારકાનું જગત મંદિર ભક્તો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવ્યું હતું. જે વધુ 15 દિવસ સુધી બંધ રહેશે.
15 મેં 2021 સુધી જગત મંદિર ને બંધ રાખવાનો નિર્ણય વ્યવસ્થાપન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. જગત મંદિર માં પૂજારી પરિવાર દ્વારા ભગવાન ને નિત્યક્રમ મુજબ સેવા શરૂ રહેશે. www.dwarkadhish.org વેબસાઈટ પરથી પ્રભુના દર્શન નો લાભ લોકો લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ એ.
અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરોમાં દર્શન બંધ હોવાને કારણે મંદિરની દૈનિક આવકમાં પણ મસ મોટો ઘટાડો નોધાયો છે.
