Politics/ કોરોના સંકટમાં સિસ્ટમ નહી પણ મોદી સરકાર ફેઇલ થઇ: સોનિયા ગાંધી

સમગ્ર દેશમાં આજે કોરોનાનાં કારણે સ્થિતિ કફોડી બની છે. ત્યારે આ કફોડી સ્થિતિ પર કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, સિસ્ટમ નિષ્ફળ નથી ગયુ કારણ કે ભારતની પાસે ઘણી શક્તિઓ અને સંસાધનો છે.

Top Stories India

સમગ્ર દેશમાં આજે કોરોનાનાં કારણે સ્થિતિ કફોડી બની છે. ત્યારે આ કફોડી સ્થિતિ પર કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, સિસ્ટમ નિષ્ફળ નથી ગયુ કારણ કે ભારતની પાસે ઘણી શક્તિઓ અને સંસાધનો છે.

કોરોનાથી નિધન / વરિષ્ઠ પત્રકાર શેષ નારાયણ સિંહ કોરોના સામે જંગ હાર્યા, PM એ શોક વ્યક્ત કર્યો

વર્ચ્યુઅલ કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, મોદી સરકાર તે સંસાધનોને સર્જનાત્મક રીતે પ્રસાર કરવામાં નિષ્ફળ ગઈ છે. ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓનાં પરિણામો અંગે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ કાર્યકારી સમિતિ ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરશે. મનમોહનસિંહ, રાહુલ ગાંધી દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને લખેલા પત્રોનો ઉલ્લેખ કરતાં પાર્ટી અધ્યક્ષે કહ્યું કે લાગે છે કે આ બધી ઉપયોગી પહેલ બહેરા કાન પર પડી છે કારણ કે સરકારે તેમને કોઈ સાર્થક જવાબ આપ્યો નથી. તે કહે છે કે, આ “સરકાર વિરુદ્ધ” અમારી લડાઈ નથી, પરંતુ “આપણે vs કોરોના” વચ્ચેની લડાઈ છે, સોનિયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ સ્થાયી સમિતિઓની બેઠકોની માંગ કરે છે. આ સંકટને પહોંચી વળવા માટે સક્ષમ, શાંત અને દૂરદ્રષ્ટી નેતૃત્વની જરૂરી હોય છે.

https://twitter.com/ANI/status/1390549712189628418?s=20

મોટા સમાચાર / Google હવે નવા હાઇબ્રિડ મોડેલ પર કરી રહ્યુ છે કામ, જાણો તે શું છે?

મોદી સરકારની ઉદાસીનતા અને અસમર્થતાને કારણે રાષ્ટ્ર ડૂબી રહ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે પોતાને એક કરીને અને આપણા લોકોની સેવામાં ફરીથી સમર્પિત કરવાનો સમય છે. સોનિયાએ સરકારની “ખામીયુક્ત” રસી નીતિ માટે શાસન વિશે જણાવ્યું હતું કે, બજેટ 2021 માં “બધા માટે મફત રસી” માટે રૂ.35,000 કરોડ ફાળવવા છતાં, મોદી સરકારે ત્રીજા તબક્કામાં રસી ખરીદવા માટે રાજ્ય સરકારોને ભારે દબાણમાં રાખ્યા. સોનિયાએ કહ્યું, “મોદી સરકારની અસમાન રસીકરણ નીતિ, લાખો દલિતો, આદિવાસીઓ, અન્ય પછાત વર્ગો, તેમજ ગરીબ અને સીમાંત વર્ગને બાકાત કરી દેશે. મોદી સરકારની નૈતિક જવાબદારી અને લોકો પ્રત્યેની પોતાના શપથ ફરજ જોઈને, તે ખૂબ જ આઘાતજનક લાગી રહ્યુ છે.”