કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, ભારત સરકાર પાસે તમામ દેશવાસીઓને કોવિડ-19 રસી આપવા માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર છે. ભારતમાં, ડિસેમ્બર 2021 પહેલાં દરેકને રસી આપવામાં આવી જશે. દેશમાં રસીકરણ ડિસેમ્બર 2021 પહેલાં પૂર્ણ થશે. આજે રાહુલ ગાંધી વતી એક પ્રેસ કોન્ફરન્સમાં દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન પર ઉભા થયેલા સવાલો પર કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ વાત કહી છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોનાવાયરસ પર પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.
રાજકારણ / PM એ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી ન નિભાવી તેનું પરિણામ છે આ બીજી લહેરઃ રાહુલ ગાંધી
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીનાં નિવેદનનો જવાબ આપતા આ વાત કહી હતી, જેમાં કોંગ્રેસનાં નેતાએ કહ્યું હતું કે, દેશની 135 કરોડ વસ્તીમાંથી માત્ર 3 ટકા લોકોને બંને કોરોના રસી લગાવવામાં આવી છે. જાવડેકરે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યો તરફ ધ્યાન આપવું જોઈએ, જ્યાં રસીકરણમાં ખામી છે. રાહુલ ગાંધીએ કોરોનાની બીજી લહેર માટે વડાપ્રધાન મોદી પર સંપૂર્ણ દોષારોપણ કર્યું છે. તેમણે કહ્યું કે મોદી બીજી લહેર માટે સંપૂર્ણપણે જવાબદાર છે અને જો રસીકરણની પ્રક્રિયા આ ગતિએ ચાલે તો દેશમાં કોરોનાની વધુ લહેરો આવશે.
#WATCH Vaccination in India will be completed before December 2021, says Union Minister Prakash Javadekar pic.twitter.com/WFTVj7pnmn
— ANI (@ANI) May 28, 2021
મોટા સમાચાર / નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, લેવાઇ શકે છે મોટા નિર્ણય
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, 2021 નાં અંત સુધીમાં ભારતમાં તમામ લોકોને રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધી કોરોના રસી અંગે ચિંતિત છે, તો તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યો તરફ ધ્યાન આપવું જોઈએ જ્યાં મોટી ખામી છે. કોંગ્રેસ શાસિત રાજ્યો 1 મેથી આપેલ ક્વોટાને લઇ રહ્યા નથી, જેનો ઉપયોગ 18 થી 44 વર્ષની વયનાં લોકોનાં રસીકરણ માટે કરવામાં આવશે. વળી જાવડેકરે કોરોના સંકટ દરમ્યાન સરકારનાં સંચાલનનાં અભાવનાં આરોપનો જવાબ આપતી વખતે ટૂલકિટનો મુદ્દો ઉઠાવ્યો હતો.

