કેરેબિયન સુપ્રીમ કોર્ટે ભાગેડુ હિરાના વેપારી મહેુલ ચોકસી અંગે આજે સુનાવણી કરી હતી. કોર્ટે અધિકારીઓને નિર્દેશ આપ્યાં છે કે હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ચોક્સીને ક્યાંય પણ મોકલવામાં આવશે નહી. આ કેસની આગામી સુનાવણી 2 જૂને થશે.આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે મેહુલ ચોકસીને વકીલને મળવાની અને મેડિકલ સેવાઓ આપવાની મંજૂરી આપી છે.તેમાં કોરોનાની તપાસ પણ સામેલ છે.
મેહુલ ચોકસી અદાલતમાં વ્યક્તિગત રીતે સામેલ થયા ન હતાં પરતું સુનાવણી દરમિયાન તેમના વકીલ હાજર હતાં. ચોક્સીના વકીલોએ કોર્ટમાં હેબિયા કોર્પસ પિટિશન દાખલ કરી છે. તે જ સમયે, કેસની સુનાવણી દરમિયાન કેમેરાની મંજૂરી આપવામાં આવી ન હતી.સૂત્રોના જણાવ્યું હતું કે ચોક્સીને હાલના સમયમાં જેલમાં રાખવામાં આવશે નહીં. તેને પાંચ દિવસ માટે ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે. એવું માનવામાં આવે છે કે તેને હોટેલમાં રાખી શકાય છે. ચોક્સીને આશરે પાંચ દિવસ પછી એન્ટિગુઆ અને બાર્બુડા પાછા મોકલવામાં આવશે તેવી સંભાવના છે.મેહુલ ચોક્સીના વકીલ અનુસાર મેહુલે આરોપ લગાવ્યો કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે. તેની ઉપર હુમલો પણ કરાયો હતો. વકીલોએ આ કેસમાં રાહત માટે કોર્ટમાં અપીલ કરી છે.
ચોક્સી તાજેતરમાં જ એન્ટિગુઆ અને બાર્બુડાથી ભાગી ગયો હતો અને ઇન્ટરપોલની ‘યલો નોટિસ’ને જોતા પાડોશી ડોમિનિકામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે એન્ટિગુઆના મીડિયામાં આ સમાચાર આવ્યા હતા.. એન્ટિગુઆ અને બાર્બુડાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે ડાયમંડના વેપારીને સીધો ભારતને સોંપવા આવશે.
