Not Set/ અલીગઢમાં લિકર કાંડનાં મુખ્ય આરોપી અને ભાજપ નેતાની પોલીસે કરી ધરપકડ

ઉત્તર પ્રદેશના અલીગઢ લિકર કાંડમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ગત મહિને, અલીગઢમાં ઝેરી દારૂનાં કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો હતો, બીજી તરફ પોલીસ અને પ્રશાસન ઉપર આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનું દબાણ વધી રહ્યું હતું.

Top Stories India

ઉત્તર પ્રદેશના અલીગઢ લિકર કાંડમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ગત મહિને, અલીગઢમાં ઝેરી દારૂનાં કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો હતો, બીજી તરફ પોલીસ અને પ્રશાસન ઉપર આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનું દબાણ વધી રહ્યું હતું. આ કેસમાં ઋષિ શર્માને મુખ્ય આરોપી હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે તેને પકડવા માટે એક લાખનું ઇનામ જાહેર કર્યું હતું. આરોપી ઋષિની શોધ સતત ચાલુ હતી. દરમિયાન, રવિવારે પોલીસે મોટી સફળતા મેળવતા મુખ્ય આરોપી ઋષિની ધરપકડ કરી હતી.

એથલીટ / મિલ્ખા સિંહનાં મોતની ઉડી અફવા, સામે આવ્યો ફ્લાઇંગ સિખનો નવો ફોટો

આપને જણાવી દઇએ કે,  મે મહિનાનાં અંતમાં, અલીગઢમાં તે સમયે હંગામો મચી ગયો જ્યારે દારૂએ લોકોનો ભોગ લેવાનું શરૂ કર્યુ. અનેક મોતની માહિતી મળ્યા બાદ પોલીસ પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું. આ કેસમાં મૃત્યુઆંક વધતો રહ્યો. અત્યાર સુધીમાં લગભગ 99 લોકોનાં મોત થયા હોવાનુ સામે આવ્યુ છે. તેમાં વિવિધ ગામોનાં લોકો શામેલ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓ સામે તપાસ અને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આબકારી અને ગૃહ વિભાગના અધિકારીઓને બોલાવ્યા છે અને પીડિતોને મદદ કરવા અલીગઢનાં અધિકારીઓને સૂચના આપી છે. આ સાથે તેમણે આદેશ આપ્યો છે કે આરોપી પર એનએસએ લાદવામાં આવે. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું છે કે, જો સરકારી ઠેકામાંથી દારૂ ખરીદવામાં આવ્યો હતો, તો તે જપ્ત કરવામાં આવે અને દોષીઓની સંપત્તિ પણ કુર્ક કરવામાં આવે.

શૈક્ષણિક સત્ર 2021 / સોમવારથી ધોરણ 3 થી 12ના ઓનલાઇન શિક્ષણના શ્રી ગણેશ,શાળાએ ન બોલાવવા શિક્ષણ વિભાગનો પરિપત્ર

લિકર કાંડનો મુખ્ય આરોપી ઋષિ શર્મા અલીગઢમાં ગેરકાયદેસર દારૂ સિન્ડિકેટનાં અનિલ ચૌધરીનો સાથી છે. ઋષિ શર્માને પકડવા માટે પોલીસ સતત તેની શોધ કરી રહી હતી અને અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા હતા. બીજી તરફ, શનિવારે ઋષિ પર જાહેર કરવામાં આવેલી ઇનામની રકમ પણ વધારીને એક લાખ કરી દેવામાં આવી હતી. એસએસપી કલાનિધિ નૈથાનીએ જણાવ્યું હતું કે, ઝેરી દારૂ કૌભાંડનાં મુખ્ય તસ્કર ઋષિ શર્મા પર 50 હજારથી વધારીને એક લાખનાં ઇનામની ઘોષણા કરવામાં આવી છે. એડીજી ઝોને ઇનામ વધારવાની જાહેરાત કરી હતી. આ કેસમાં પોલીસે ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. ઋષિનાં પરિવારનાં પાંચ લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.