વિરોધ પ્રદર્શન/ કેશોદ: કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો કર્યો વિરોધ

ચેતન પરમાર, મંતવ્ય ન્યુઝ    કેશોદ શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવવધારા સામે ધરણાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…              કેશોદના ચાર ચોક વિસ્તારમાં પ્લે કાર્ડ અને બેનર સાથે કુદકેને ભુસકે વધી રહેલી મોંઘવારી નો વિરોધ કર્યો   કેશોદ :પેટ્રોલ-ડીઝલ,ગેસના ભાવ વધારા માં કેશોદ શહેર કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં […]

Gujarat

ચેતન પરમાર, મંતવ્ય ન્યુઝ

 

 કેશોદ શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવવધારા સામે ધરણાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…        

 

   કેશોદના ચાર ચોક વિસ્તારમાં પ્લે કાર્ડ અને બેનર સાથે કુદકેને ભુસકે વધી રહેલી મોંઘવારી નો વિરોધ કર્યો

 

કેશોદ :પેટ્રોલ-ડીઝલ,ગેસના ભાવ વધારા માં કેશોદ શહેર કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી તેમજ પેટ્રોલ ડીઝલના વધતાં જતાં ભાવ ને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ અંગે દેશભરમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે.ત્યારે કેશોદમાં પણ કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઇ કોગ્રેસ આક્રમક મૂડ માં જોવા મળી રહી છે.ત્રાહિમામ પોકારેલ લોકોને સહાનુભૂતિ મળે તે હેતુસર ગુજરાતમાં ઠેરઠેર પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ કરી રહી છે.કેશોદ ચારચોક ખાતે આવેલ પેટ્રોલ પંપ પાસે

કોંગ્રેસ દ્વારા વધતા જતા ભાવ અંગે વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ગેસ અને પેટ્રોલ ડીઝલના વધતાં જતા ભાવ સામે સરકાર સામે આખરે

જનમત મેળવવા આંદોલન નું રણશિંગું ફૂંકાયું છે.કોંગ્રેસ દ્વારા ગેસના બાટલા લઈ ધરણાં યોજવામાં આવ્યાં હતાં.આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ સરકાર સામે હાય હાય

ના નારા પણ લગાવ્યા હતા.સાથે જ કોંગ્રેસ દ્વારા મોઘા તેલ રેસ બંધ કરોના બેનરો દર્શાવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. કેશોદ પોલીસ દ્વારા જીલ્લા કલેકટર નાં જાહેરનામાં નાં ભંગ સબબ અટક કરી હતી. કોરોના મહામારી વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આર્થિક સ્થિતિ ડામાડોળ છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની આર્થિક નિતિઓ નાં ભોગે આવશ્યક ચીજવસ્તુઓ નાં આસમાને પહોંચેલા ભાવથી પ્રજાજનો માં પણ રોષ જોવા મળ્યો હતો.