રાજીનામું/ ફિલ્મમેકર આયેશા સુલ્તાના પર ફરિયાદ થતાં ભાજપના અનેક નેતાઓએ આપ્યાં રાજીનામાં

ફિલ્મ મેકર આયેશા સુલ્તાના સામે ફરિયાદ

India

ફિલ્મમેકર આયેશા સુલ્તાના વિરુદ્ધ કેસ દાખલ કરવાને લઈને હવે ભાજપના નેતાઓ વચ્ચે તલવાર ખેંચાઈ છે.  તાજેતરમાં લક્ષદ્વીપના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અબ્દુલ ખાદરે ફિલ્મ નિર્માતા વિરુદ્ધ કાવરતી પોલીસ સ્ટેશનમાં કલમ 124 એ (રાજદ્રોહ) અને 153 બી (દ્વેષપૂર્ણ ભાષણ) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આયેશા સુલ્તાના સામે કેસ નોંધાયા બાદ ભાજપના ઘણા નેતાઓ ગુસ્સે થયા છે.

આયશા સુલ્તાના સામે કેસ કરતાં લક્ષદ્વીપના 15 ભાજપ નેતાઓ અને કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. ભાજપના રાજ્ય સચિવ અબ્દુલ હમીદે કહ્યું છે કે ‘તમે ચેતલાથની બહેન વિરુદ્ધ ખોટી અને અનધિકૃત ફરિયાદ કરી છે. અમે આ અંગે સખત વાંધો લઇએ છીએ અને રાજીનામું આપીએ છીએ.પાર્ટીના 12 નેતા સહિત કાર્યકરોએ પત્ર લખીને પાર્ટીના અધ્યક્ષને માકલ્યો હતો .લક્ષદ્વીપમાં ભાજપ વર્તમાન પ્રશાસક પટેલની કાર્યવાહી લોકવિરોધી, લોકશાહી વિરોધી છે અને લોકો તેનાથી ભારે વ્યથિત છે તે અંગે સંપૂર્ણ રીતે જાગૃત છે.

આ નેતાઓએ આયેશા સુલ્તાનાના સમર્થનમાં એક પત્ર લખ્યો છે કે આયેશાએ પણ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ શેર કરી હતી,પોલીસે તમારી ફરિયાદના આધારે ફરિયાદ નોધી છે. તમે ચેતલાથની બહેન વિરુદ્ધ ખોટી અને અનધિકૃત ફરિયાદ કરી છે.તમે તેમના પરિવાર અને ભવિષ્યને બરબાદ કરી નાંખ્યું છે.

અબ્દુલ ખાદરે  ચેનલ પર ચર્ચા દરમિયાન આયશા સુલ્તાન પર કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર લક્ષદ્વીપમાં કોરોના ફેલાવવા માટે જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરે છે.