ચાણક્ય નીતિ/ શું તમે શત્રુઓ ઉપર વિજય મેળવવા માંગો છો ? તો અપનાવો ચાણક્યની આ બાબતો 

માણસે કદી પોતાના શત્રુને નબળા ન માનવું જોઈએ. તમારા શત્રુને નબળા માનવાની ભૂલ વ્યક્તિ માટે હાનિકારક સાબિત થાય છે, તેથી વ્યક્તિએ હંમેશા તેના શત્રુઓ પ્રત્યે સાવધ રહેવું જોઈએ.

Dharma & Bhakti

ચાણક્યની ગણતરી ભારતના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. તે મહાન અર્થશાસ્ત્રી હતા.  વિવિધ વિષયોમાં ઊંડી જાણકારી ધરાવતા હતા. સમજશક્તિ અને અત્યંત તીક્ષ્ણ બુદ્ધિને કારણે તેઓ કૌટિલ્ય તરીકે જાણીતા હતા. તેમની બુદ્ધિના બળ પર, તેમણે એક આખો ઈતિહાસ રચી નાખ્યો છે. તેમને મૌર્ય સામ્રાજ્યના  સ્થાપક પણ કહેવામાં આવે છે. તેમની રાજકીય અને રાજદ્વારી સમજથી તેમણે નંદ રાજવંશનો નાશ કર્યો અને ચંદ્રગુપ્ત મૌર્યને સત્બાતા સોપી હતી.  તેમણે જીવન, નાણાં, શિક્ષણ, સામાજિક જીવન, સંબંધો, મિત્રો અને દુશ્મનો વગેરેના વિવિધ પાસાઓ પર પણ મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે. જો દરેક વ્યક્તિના જીવનમાં મિત્રો હોય, તો પછી દુશ્મનો પણ છે. ચાણક્ય નીતિમાં દુશ્મનને જીતવા વિશે પણ મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. આ ટીપ્સ અપનાવવાથી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો જાણીએ ચાણક્ય નીતિ દુશ્મનો વિશે શું કહે છે.

Chanakya Niti: ऐसे लोगों का जीना भी होता है दुश्वार, दूसरे लेते हैं लाभ,  जानें क्या कहती है चाणक्य नीति - Chanakya Niti Life Lesson Quotes chanakya  neeti in hindi how to

દુશ્મનની પ્રવૃત્તિ પર નજર રાખો
ચાણક્ય કહે છે કે દુશ્મન પર જીત મેળવવા માટે, તેના વિશે જાણકારી હોવી ખુબ જરૂરી છે.  વ્યક્તિએ દુશ્મનની તાકાત અને નબળાઇ થી હંમેશા વાકેફ રહેવું જોઈએ . ચાણક્ય મુજબ કોઈએ પણ પોતાના શત્રુની નાનકડી નબળાઈને પણ અવગણવી જોઈએ નહી. દુશ્મનની દરેક  હિલચાલને જાણીને તમે તેને હરાવવા અને જીતવાની યોજના ઘડી શકો છો.

malediction is the biggest fear of anybodys life know what chanakya niti  says about this | Chanakya Niti: जानें क्या है व्यक्ति के जीवन का सबसे बड़ा  डर, जो इंसान को पल-पल

જ્યારે દુશ્મન મજબૂત હોય
આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમારો શત્રુ સશક્ત છે, તો તેને બુદ્ધિથી પરાજિત કરવો જોઈએ.  જો દુશ્મન તમારા કરતા વધારે શક્તિશાળી છે, તો તરત જ જવાબ આપવું તમારા માટે હાનીકારક સાબિત થઇ શકે છે. આવી સ્થિતિમાં, તે સમયે શાંત રહેવું વધુ સારું છે. અને શત્રુની શક્તિ અનુસાર, શુભેચ્છકોને સાથે રાખીને અને યોગ્ય સમયે વ્યક્તિએ પોતાની શક્તિ નો ઉપયોગ કરવો જોઈએ. તમારી યોજના બનાવીને દુશ્મનનો સામનો કરવો જોઇએ.

चाणक्य नीति अध्याय-1: Chapter 1 of Chanakya Niti in Hindi

દુશ્મનને ઓછો અંદાજ ન આંકો

આચાર્ય ચાણક્ય કહે છે કે માણસે કદી પોતાના શત્રુને નબળા ન માનવું જોઈએ. તમારા શત્રુને નબળા માનવાની ભૂલ વ્યક્તિ માટે હાનિકારક સાબિત થાય છે, તેથી વ્યક્તિએ હંમેશા તેના શત્રુઓ પ્રત્યે સાવધ રહેવું જોઈએ.