Not Set/ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું નિધન,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યકત કર્યુ

મિલ્ખા સિંહનું કોરોનાથી મોત

Top Stories

ભારતની દિગ્ગજ દોડવીર મિલ્ખા સિંહનું શુક્રવારે 91 વર્ષની વયે અવસાન થયું છે આ માહિતી પરિવારે આપી હતી. મિલ્ખા સિંહના પરિવારે જણાવ્યું હતું કે  મિલ્ખા સિંહે  11.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. 1958 કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન અને 1960 ના ઓલિમ્પિયન મિલ્ખા સિંહે ચંદીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા, પી.જી.આઇ.એમ.આર. હોસ્પિટલે જણાવ્યું હતું કે, કોવિડ -૧9 માં ઉદ્ભવતા જટિલતાઓને લીધે શુક્રવારે સાંજે તેમની હાલત ગંભીર બની હતી. તેમનું ઓક્સિજનનું સ્તર ઓછું હતું અને તેમને તાવ પણ આવ્યો હતો. મિલ્ખા સિંહના અવસાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

ગયા મહિને  મિલ્ખા સિંહ કોવિડ -19 થી સંક્રમિત થયા હતા , ત્યારબાદ તેમને કોવિડ આઇસીયુથી જનરલ આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને ડોકટરોની એક ટીમ તેમની તબિયત પર નજર રાખી રહયા હતા. ગુરુવારે રાત્રે તેમને તાવ આવ્યો હતો અને તેનું ઓક્સિજનનું સ્તર ઘટી ગયું હતું. જોકે તે પહેલાં તેમની હાલત સ્થિર હતી. ગયા મહિને તેઓ કોરોના સંક્રમિત થયા હતા. કોવિડ -19  સામે લડતા તેમની પત્ની નિર્મલ કૌરનું રવિવારે મોહાલીની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.

ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મિલ્ખા સિંહે 1958 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1960 ની રોમ ઓલિમ્પિક્સમાં હતું જેમાં 400 મીટરની ફાઇનલમાં તે ચોથા સ્થાને રહ્યા હતા. તેમણે 1956 અને 1964 ઓલિમ્પિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1959 માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા,તેઓ ફલાઇંગ શીખ તરીકે પણ તેઓ જાણીતા હતા.