Not Set/ રાજકોટમાં એક જ પરિવારનાં 4 સભ્યોએ શિવ શક્તિ ડેરીમાં ગટગટાવી ફિનાઇલ

પ્રખ્યાત શિવ શક્તિ ડેરીમાં પાસે આ ચાર શખ્સો અચાનક આવ્યા હતા અને પાણીની બોટલ પીવે એમ ફિનાઇલ પીવા લાગ્યા હતા.

Top Stories Gujarat Rajkot
  • રાજકોટમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ
  • એક જ પરિવારના 4 લોકોનો આત્મહત્યાનો પ્રયાસ
  • જમીન કૌભાંડમાં આત્મહત્યા કરી હોવાનું અનુમાન
  • પ્રખ્યાત શિવ શક્તિ ડેરીમાં આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટમાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચકચાર મચી છે. પરિવારે કેમ આવું પગલું ભરવાનો વારો આવ્યો તેને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો : ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ અંગે વાલી મંડળ પહોંચ્યું હાઇકોર્ટ, અરજી કરી કરાઈ ન્યાયની માંગ

આ પણ વાંચો : પંચમહાલનાં શહેરામાં RCC રસ્તાનાં નવીનકરણમાં બાળ મજૂરો કામ કરતા નજરે પડ્યા

મળતી માહિતી અનુસાર, પ્રખ્યાત શિવ શક્તિ ડેરીમાં પાસે આ ચાર શખ્સો અચાનક આવ્યા હતા અને પાણીની બોટલ પીવે એમ ફિનાઇલ પીવા લાગ્યા હતા. જે બાદ ડેરીના અન્ય કર્મચારીઓએ તાત્કાલિક 108 બોલાવી તમામ સભ્યોને સારવાર અર્થે ખસેડ્યા હતા આ પરિવારના સભ્યોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમના સ્થિતિ સામાન્ય જણાઈ રહી છે તો સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે આપઘાતનો પ્રયાસ કરવા પાછળના કારણોની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં મનરેગા યોજનાના કામોની આ તકતીઓ સામે સ્થળ ઉપર

ઉલ્લેખનીય છે કે, જમીન વિવાદને લઈ ચારેય લોકો આવ્યા હોવાની શક્યતા છે. અમને દબાવવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે, તેમ દુકાન માલિકે જણાવ્યું હતું. માલવિયાનગર પોલીસે સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આપઘાત પ્રયાસ અંગેનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો :સોમવારે ભાજપની પ્રદેશ કારોબારી, સરકાર – સંગઠન સંકલન અને ભાવિ આયોજનની ચર્ચા