Not Set/ કોરોના 40 લાખ લોકોનો કોળીયો કરી ચુક્યો છે, હજુ વધુ જોખમી બની શકે છે

રોગચાળો હજી સમાપ્ત થવાનો નથી. એવી સંભાવના છે કે વૈશ્વિક સ્તરે વધુ ખતરનાક સ્વરૂપે ફેલાય શકે છે, જેને નિયંત્રણમાં રાખવું વધુ પડકારજનક હશે.

Top Stories World

ગુરુવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ની ઇમરજન્સી કમિટીએ આપેલી ચેતવણી મુજબ, અત્યાર સુધી કોરોના વાઇરસે માત્ર ટ્રેલર જ બતાવ્યું છે. ભવિષ્યમાં તે વધુ ખતરનાક પરિણામ પણ આપી શકે છે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે આગામી સમયમાં કોરોનાના નવા પ્રકારો દુનિયાભરમાં ફેલાય તેવી સંભાવના છે, જે રોગચાળાને સમાપ્ત કરવાનું વધુ મુશ્કેલ બનાવી શકે છે.

સમિતિએ જણાવ્યું હતું કે, “રોગચાળો હજી સમાપ્ત થવાનો નથી. એવી સંભાવના છે કે વૈશ્વિક સ્તરે વધુ ખતરનાક સ્વરૂપે ફેલાય શકે છે, જેને નિયંત્રણમાં રાખવું વધુ પડકારજનક હશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019ના અંતમાં ચાઈનાથી ફેલાયેલા આ વાઇરસે અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકોનો કોળીયો કરી ચુક્યો છે. અનેક બાળકોને અનાથ બનાવી ચુક્યું છે. અત્યાર સુધીમાં 18 કરોડ 93 લાખ લોકોને કોરોના વાઈરસથી સંક્રમિત બની ચુક્યા છે.

કુદરતનો કહેર / જર્મની-બેલ્જિયમમાં ભારે વરસાદ, પૂરમાં 42ના મોત, 50થી વધુ લાપતા

કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યું છે અને તેનો ડેલ્ટા વેરિઅન્ટ હાલમાં મોટાભાગના દેશોમાં હાહાકાર ફેલાવી રહ્યો છે. ભારતમાં બીજી તરંગ માટે જવાબદાર હોવાનું માનવામાં આવતા વેરીએન્ટ કરતા પણ વધુ ખતરનાક છે.

ચીને તપાસમાં સહકાર આપવો જોઇએ

ડબ્લ્યુએચઓના વડાએ ફરી એકવાર ચીનને તપાસમાં સહયોગ આપવા અને રોગચાળાના મૂળને શોધવા માટે ડેટા પ્રદાન કરવા જણાવ્યું છે. ટ્રેડોસએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોગ્ય સંસ્થાએ કોરોના ક્યાંથી આવી તેની તપાસ માટે એક માળખું તૈયાર કર્યું છે. તેમણે કહ્યું, “અમને આશા છે કે આ વખતે વધુ સારો સહયોગ મળશે જેથી કોરોના વાઇરસની ઉત્પત્તિ સુધી પહોચી શકાય.

મચ્છરજન્ય રોગને માત / મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો, અમદાવાદમાં એક પણ કેસ નહીં

વિકાસ ઝંખતું ગામ / ધાણા ગામમાં નથી કોઈ પ્રાથમિક સુવિધા, સૌથી વધુ પશુ, પણ પશુ દવાખાનું નહીં