ક્રિકેટ/ અંતિમ ઓવરમાં 6 છક્કા ફટકારી આ બેટ્સમેને અપાવી પોતાની ટીમને જીત

ક્રિકેટનાં મેદાન પર ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહનાં 6 છક્કા કોઈ ભૂલી શક્યુ નથી. 2007 માં આયોજીત ટી-20 વર્લ્ડ કપમાં તેણે ઈંગ્લેન્ડ સામે આ પરાક્રમ કર્યો હતો.

Top Stories Sports

ક્રિકેટનાં મેદાન પર ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહનાં 6 છક્કા કોઈ ભૂલી શક્યુ નથી. 2007 માં આયોજીત ટી-20 વર્લ્ડ કપમાં તેણે ઈંગ્લેન્ડ સામે આ પરાક્રમ કર્યો હતો. યુવરાજ સિવાય બીજા ઘણા ક્રિકેટરો પણ છે જેમણે આ કામ કર્યું છે. તાજેતરમાં જ એક અન્ય ખેલાડીએ એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારી છે.

મહત્વના સમાચાર / સાનિયા મિર્ઝા અને શોએબ મલિકને યુએઈ સરકાર દ્વારા ગોલ્ડન વિઝા અપાયા

આ ચેમ્પિયનશીપની અંતિમ મેચ ક્રેેગાગ અને બૈલીમેનાની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં બૈલીમેનાની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 35 રનની જરૂર હતી. ઉત્તરી આયર્લેન્ડની ક્લબ ક્રેગાગ એ એલવીએસ ટી 20 ટૂર્નામેન્ટ લગભગ જીતી જ લીધી હતી, કારણ કે તેની વિરોધી ટીમ બૈલીમેનાને અંતિમ ઓવરમાં 35 રનની જરૂર હતી. જો કે, બેટ્સમેન જ્હોન ગ્લાસનાં ઇરાદા કઇંક અલગ જ હતા, જેણે તેની ટીમને વિજય અપાવવા માટે છ બોલમાં છ સિક્સર ફટકારી હતી. ક્રેગાગને 147 રન બનાવ્યા હતા. બૈલીમેના એ અંતિમ ઓવર પહેલા સાત વિકેટે 113 રન બનાવ્યા હતા, પરંતુ કેરટેકર કેપ્ટન જ્હોન, 51 રન પર રમીને, ઓવરનાં તમામ છ બોલને ગિબ્સન પાર્કની બાઉન્ડ્રી પાર પહોંચાડ્યા હતા. આ પ્રદર્શન બાદ તે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. આ જ મેચમાં તેના ભાઈએ પણ હેટ્રિક લીધી હતી.

ડ્રો જાહેર / આઈસીસી ટી-20 વિશ્વકપ : ગ્રૂપ-બીમાં ભારત અને પાકિસ્તાન તથા ન્યુઝીલેન્ડ,અફઘાનિસ્તાન સામેલ

જણાવી દઇએ કે, ટી-20 ક્રિકેટમાં જો કોઈ ટીમે છેલ્લી ઓવરમાં 35 રનનો બચાવ કરવો હોય તો બચાવ કરનારી ટીમ 100 માંથી 99 વાર જીતશે. પરંતુ બૈલીમેનાનાં કેપ્ટન જ્હોન ગ્લાસે હાર ન માની અને છેલ્લી ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારીને તેની ટીમને જીત અપાવી હતી. ગ્લાસે અંતિમ ઓવરમાં દરેક બોલમાં છક્કા ફટકારીને તેની ટીમને ચેમ્પિયન બનાવી અને અણનમ 87 રન કર્યા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ક્રેગાગની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. વળી, આ મેચમાં, જ્હોન ગ્લાસનાં ભાઈએ પણ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે બોલિંગ દરમ્યાન 3 બોલમાં 3 વિકેટ ઝડપીને હેટ્રિક લીધી હતી. જ્હોન ગ્લાસનાં મોટા ભાઈ સેમ ગ્લાસે ક્રેગાગનાં ત્રણ બેટ્સમેન મુરી, હન્ટર અને એરોન જ્હોનસ્ટોનની વિકેટ ઝડપીને આ મેચમાં હેટ્રિક પૂર્ણ કરી હતી.