Not Set/ 20 દિવસ પહેલા રોડનું લોકાર્પણ કરાયું, હવે ઠેર ઠેર પડ્યા ગાબડા, કોણ ખાઈ ગયું ડામર ?

રૂપિયા  ૭.૬ કરોડના ખર્ચે બનેલો આ રોડ માત્ર ૨૦ દિવસમાંજ બિસ્માર બની ગયો છે. આ રોડ પરથી ડામર હાથેથી  ઉખડી રહ્યો હોવાનું માજી સરપંચ જણાવી રહ્યા છે.

Gujarat Others
ભ્રષ્ટાચારનો રોડ

વીસ દિવસ પહેલા જ જે રોડનું લોકાર્પણ કરાયું હતું તે રોડ આજે બિસ્માર બની ગયો છે. હાલત એટલી હદે ખરાબ થઈ ગયો છે કે પાંચ ગામના લોકો આ રોડ પરથી પસાર થતાં ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્યારે આ રોડમાં સ્પષ્ટપણે કોન્ટ્રકટરની લાલીયા વાડી  અને ભ્રષ્ટાચારની ધૂળ ઉડીને આંખે વળગે છે.

  • મોરબીના નેશનલ હાઈવેથી ગાળા શાપર ગામને જોડતો રોડ
  • રોડના કામમાં ભ્રષ્ટાચાર થતાં 5 ગામના લોકોને હાલાકી

મોરબીના નેશનલ હાઈવેથી ગાળા શાપર ગામને જોડતો રોડ સાડા સાત કિલોમીટર લંબાઈનો છે. જે રોડ ગત વર્ષે બનવાનું શરુ કર્યું હતું. અને આ રોડ બની જતા થોડા સમય પહેલા તેનું લોકાપર્ણ કરાયું હતું. આ રોડ પર માત્ર સાત દિવસથી વાહનો પસાર થતાં આ રોડ પર ઠેક ઠેકાણે ગાબડા પડી ગયા છે. રૂપિયા  ૭.૬ કરોડના ખર્ચે બનેલો આ રોડ માત્ર ૨૦ દિવસમાંજ બિસ્માર બની ગયો છે. આ રોડ પરથી ડામર હાથેથી  ઉખડી રહ્યો હોવાનું માજી સરપંચ જણાવી રહ્યા છે.

રોડના નબળા કામ અંગે મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા જણાવે છે કે, આ રોડનું  કામ ટેન્ડર મુજબ કામ થયું નથી. રોડનું કામ ૯.૬૦ કરોડના ખર્ચે મંજુર થયું હતું. જે રોડનું કામ ૭.૦૬ કરોડમાં તૈયાર કરાયો છે. રોડ જીલ્લા પંચાયત હસ્તક આવે છે. અગાઉ કોંગ્રેસનું શાસન હતું. જેના રાજમાં રોડ મંજુર થયો હતો. અને ટેન્ડર સહિતની પ્રક્રિયા થઇ હોય જે કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનું  જણાઈ આવે છે. આ રોડ અંગે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. અને અધિકારીઓને સ્થળની મુલાકાત લેવા પણ જણાવ્યું  છે.

મહત્વનું છે કે હજુ તો ચોમાસું બરાબર જામ્યું નથી. ત્યાં રોડની આવી સ્થિતિ છે, ત્યારે ચોમાસામાં આ રોડની હાલત શું થશે તેની કલ્પના પણ ગ્રામજનોને ડરાવી રહી છે.