આસામ સરકારે રાજ્યમાંથી ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને પ્રથમ વર્ગની સરકારી નોકરીઓ આપવાનો નિર્ણય કર્યો છે. બુધવારે મુખ્ય પ્રધાન હિમાંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં મળેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્યના એક લાખ યુવાનોને રોજગાર આપવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : કુંદ્રાને કોર્ટથી મળ્યો મોટો ઝટકો, રાજ કુંદ્રાની જામીન અરજી થઇ નામંજૂર
આસામ સરકારે માન્યતા પ્રાપ્ત વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલ વિજેતાઓને દ્વિતીય વર્ગની સરકારી નોકરીઓ અને રાષ્ટ્રીય ખેલ ચંદ્રક વિજેતાઓને નોકરી આપવાનું નક્કી કર્યું છે. આ સાથે સ્પોર્ટસ પેન્શનની માસિક રકમ પણ હાલના 8000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. મંત્રીમંડળે કોમનવેલ્થ અને રાષ્ટ્રીય રમતોના મેડલ વિજેતાઓને રમત પેન્શન આપવાનું પણ નક્કી કર્યું છે.
આ પણ વાંચો :કોરોના બાદ થતી સૂકી ખાંસી થી આ રીતે મેળવો છુટકારો
આ ઉપરાંત કેબિનેટે નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી હિમાંશુ શેખર દાસ અને ભૂતપૂર્વ ડીજીપી પી.વી. સુમંતની અધ્યક્ષતામાં ત્રણ મહિના માટે પોલીસ કમિશનની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો, જેથી રાજ્યમાં પોલીસ પ્રણાલી, તેમની પ્રવૃત્તિઓ અને તૈનાત માટેના પગલાની ભલામણ કરવામાં આવે. બંને પૂર્વ અમલદારોને મુખ્ય સચિવનો દરજ્જો મળશે. એક લાખ યુવાનોને સરકારી નોકરીઓમાં ભરતી કરવાના રાજ્ય સરકારના નિર્ણયના ભાગરૂપે, કેબિનેટે 1 સપ્ટેમ્બરથી આસામ પોલીસમાં 15,000 ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
